BJPમાં જોડાતાની સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયા મૂકાયા મુશ્કેલીમાં!, જાણો શું છે મામલો
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનારા જ્યોતિરાદિત્ય સિંધિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. EWOએ જ્યોતિરાદિત્ય સિંધિયાના કથિત જમીન કૌભાંડ કેસમાં ફરીથી તપાસ શરૂ કરી છે.
ભોપાલ: કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનારા જ્યોતિરાદિત્ય સિંધિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. EWOએ જ્યોતિરાદિત્ય સિંધિયાના કથિત જમીન કૌભાંડ કેસમાં ફરીથી તપાસ શરૂ કરી છે.
આ મામલો લગભગ 10 હજાર કરોડની જમીન કૌભાંડનો છે જેમાં એક જ જમીન અનેકવાર વેચવાનો આરોપ છે. આ સાથે જ સરકારી જમીનને પણ વેચી મારવાનો આરોપ છે. 2014માં આ મામલે તપાસ થઈ ચૂકી છે.
અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશના કદાવર નેતા અને પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા બુધવારે ભાજપમાં જોડાઈ ગયાં. દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટરમાં પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાએ સિંધિયાને ભાજપની સદસ્યતા અપાવી.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસથી છૂટા પડવા પાછળ 3 કારણ ગણાવ્યાં હતાં. તેમણે મંગળવારે ભાજપમાં સામેલ થવા દરમિયાન કોંગ્રેસ સાથેના પોતાની નારાજગીના કારણો પણ રજુ કર્યાં હતાં.
કોંગ્રેસના આ દિગ્ગજ યુવા નેતા સિંધિયાને અનુસરશે? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી રાજકીય ગરમાવો
સિંધિયાએ પહેલું કારણ જણાવતા કહ્યું હતું કે કોંગ્રેસમાં જડતાની સ્થિતિ છે. પાર્ટી વાસ્તવિકતાથી ઈન્કાર કરે છે. પાર્ટીમાં નવા નેતૃત્વને માન્યતા મળતી નથી. આમ કહીને તેમણે પાર્ટીના ઉંમરલાયક નેતાઓના વર્ચસ્વ પર નિશાન સાધ્યું હતું. સ્પષ્ટવાત છે કે તેમનો ઈશારો કમલનાથ અને દિગ્વિજય સિંહ તરફ હતો.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube