ખુલાસો: J&Kના જમાત એ ઇસ્લામીના હતા ISI સાથે સંબંધ, થશે કડક કાર્યવાહી
હુર્રિયત કોન્ફરન્સમાં જમાત એ ઇસ્લામના સૌથી મહત્વના સભ્ય સૈયદ અલી શાહ જિલાની છે
નવી દિલ્હી : હાલમાં પ્રતિબંધ અને જમ્મુ કાશ્મીરમાં સક્રિય સંગઠન જમાત એ ઇસ્લામી જમ્મુ કાશ્મીરના પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇની સાથે ગાઢ સંપર્ક છે. અને તે લોકો નવી દિલ્હીમાં કાર્યરતા પાકિસ્તાનનાં હાઇકમિશ્નરની સાથે સતત સંપર્ક જાળવી રાખ્યા હતા જેથી તેઓ રાજ્યમાં અલકતાવાદને ભડકાવી શકે.
અધિકારીઓએ આ માહિતી આપી. હુર્રિયત કોન્ફરન્સમાં જમાત એ ઇસ્લામીનો સૌથી મહત્વનો સભ્ય સૈયદ અલી શાહ જિલાની છે. એક વક્તમાં પ્રતિબંધિત સંગઠન તેમને જમ્મુ કાશ્મીરનાં અમીર એ જિહાદ કહેતો હતો.
એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી કે આ સંગઠને પાકિસ્તાનના ઇટર સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI)ની સાથે ઉંડો સંબંધ બનાવી લીધા હતા જેથી તે કાશ્મીરી યુવાનોને હથિયાર પુરા પાડી શકે, ટ્રેનિંગ આપવા અને શસ્ત્ર પુરવઠ્ઠો પુરો પાડવા માટે સામાન પુરો પાડી શખે. તેના નેતા પાકિસ્તાને નવી દિલ્હી ખાતે હાઇકમિશ્નરના સંપર્કમાં છે.
ગુપ્ત સુત્રો અનુસાર, જમાત એ ઇસ્લામી પોતાની શાળાના નેટવર્કનો ઉપયોગ કાશ્મીર ખીણનાં બાળકોમાં ભારત વિરોધી ભાવનાઓ ભરવા અને ફેલાવવાનું કામ કરતી હતી. તેઓ પોતાના સંગઠનની વિદ્યાર્થી શાખા (જમીય ઉલ તુલ્બા)ના સભ્યોને જિહાદ કરવા માટે આતંકવાદી સંગઠનોમાં જવા માટે પ્રોત્સાહિત કરતી હતી.
અધિકારીએ જણાવ્યું કે, આ ચોકાવનારી વાત નથી કે ખીણમાં આતંકવાદનાં માળખા સાથે જમાતનાં કટ્ટર કાર્યકર્તાઓની સાથે ઉંડો સંબંધ દેખાડે છે. આ સંગઠન સાથે જોડાયેલા અનેક ટ્રસ્ટ છે જે પુરાતનપંથી ઇસ્લામી શિક્ષણના નિર્ણય માટે શાળા ચલાવે છે. તેની એક યુવા શાખા છે અને તેઓ પોતાના દક્ષિણ પંથી વિચારધારા ફેલવનારા કેટલાક પ્રકાશનો પણ કરે છે. આ સંગઠન 1945માં જમાત એ ઇસ્લામી હિંદનાં એખ હિસ્સા તરીકે બનાવવામાં આવ્યું અને રાજનીતિક વિચારધારામાં થયેલા મતભેદ કારણે 1953માં આ સંગઠન તેનાથી અલગ થઇ ગયું. આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાનો વિરોધ કરે છે અને વિધિ દ્વારા સ્થાપિત સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે.