નવી દિલ્હીઃ 19 જાન્યુઆરી 1990ના કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિતોનું પલાયન થયું હતું, તેના પર તમને હચમચાવી દેતી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' 11 માર્ચે રિલીઝ થઈ છે. આ ફિલ્મની રિલીઝ બાદ હવે લોકો પોતાની પીડા વ્યક્ત કરવા સામે આવી રહ્યાં છે. તે કાશ્મીરી પંડિતોમાં એક નામ છે કુલદીપનું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ પણ કાનમાં સંભળાય છે અવાજો
કુલદીપે જણાવ્યુ- તે રૈનાવારી શ્રીનગરમાં રહેતો હતો. તે જ હતી કાળી રાત જેમાં 19 જાન્યુઆરીની દુર્ઘટના થઈ હતી. અમારા બધા સાથે થયું હતું. હજુ તે મસ્જિદોમાંથી, કાનોમાં અવાજ સંભળાય છે. 


અમે સમજતા હતા કે બધા અમારા છે
કુલદીપે ડરતા જણાવ્યુ- નારા હતા જે એક બાદ એક ઉભરીને આવ્યા. ખ્યાલ ન આવ્યો અમારી સાથે શું થઈ રહ્યું છે. અમે તો પ્રેમથી રહેલા લોકો હતા. અમે સમજતા હતા કે બધા અમારા છે. 


અચાનક શરૂ થઈ ગયો મોતનો સિલસિલો
હત્યાની રાત વિશે વાત કરતા કહ્યુ- અચાનક થઈ શરૂ થઈ ગયું, અનેક હત્યાઓ થવા લાગી. એક-એક મોત એટલું ખતરનાક હતું કે તેને વ્યક્ત ન કરી શકાય. આજે પ્રથમવાર થયું કે કોઈએ આટલી હિંમત દેખાડી છે. તેને સ્ક્રીન પર દેખાડવાની હિંમત દેખાડી છે. અમે લોકોને જણાવવામાં નિષ્ફળ રહ્યાં કે અમારી સાથે શું થયું. મારી સાથે સુશીલ કૌતરૂ હતો. બાળપણથી સાથે ભણતા હતા. વાળ પકડને તેને ઘરમાંથી કાઢ્યો અને ગોળીઓથી વીંધી નાખ્યો. 


આ પણ વાંચોઃ The Kashmir Files જોઈ કેમ રડી રહ્યો છે દેશ? શું થયું હતું 19 જાન્યુઆરી 1990ની એ કાળી રાત્રે? હિંદુઓના દર્દની દાસ્તાન


કાશ્મીર ઘાટીથી ભાગીને આવ્યા જમ્મુ
જમ્મુમાં આવીને કુલદીપે જે ભોગવ્યું તે એજ હતું. તેણે કહ્યુ- કાશ્મીરથી નિકળ્યા બાદ જિંદગી ખુબ કઠોર થઈ ગઈ. હું 20 વર્ષનો હતો ત્યારે... શું વિચાર્યું હતું.. ગ્રેજ્યુએટ કર્યુ હતું. જમ્મુમાં ક્લાઇમેટ અલગ હતો. અમને ખબર નહતી કે કૂલર શું છે. ફ્રિઝ શું છે.. કઈ રીતે રાતો પસાર કરી અમે લોકોએ..


અચાનક કહ્યુ- અહીંથી ભાગી જાવ
શ્રીનગરની રાતને યાદ કરતા તેણે કહ્યુ- અમે માત્ર મમી-પાપાને જોતા રહ્યા. લોહીના આંસુએ રડતા હતા. મહેનતથી ઘર વસાવ્યું હતું. વર્ષોથી રહેતા હતા. અચાનક કહેવામાં આવ્યું કે, અહીંથી ભાગી જાવ.


નરસંહારના સમયે ક્યાં હતી સરકારો
આ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કુલદીપે કહ્યુ- સરકારો ક્યાં હતી. હોમ મિનિસ્ટર હતા મહેબૂબાના પિતાજી. તે શું કરી રહ્યા હતા, તે બધા જાણે છે. કોઈએ અમારી ફરિયાદ સાંભળી નહીં. અમે અમારી કોમના નરસંહારને જણાવવામાં નિષ્ફળ રહ્યા. અગ્નિહોત્રીએ બોલીવુડ સામે પંગો લઈ લીધો છે. એક-એક કાશ્મીરી પંડિત તેમની સાથે છે, એક-એક ઘટના સત્ય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube