Reliance Jioએ પ્લાન્સમાં કર્યો ધરખમ ફેરફાર, DATAમાં ધરખમ વધારો કરાયો
એક રિપોર્ટ અનુસાર ભારતે ગત્ત 6 વર્ષમાં ડેટા 95 ટકા જેટલો સસ્તો થયો છે, તેમાં રિલાયન્સ જિયોનું ખુબ જ મોટુ યોગદાન છે
નવી દિલ્હી : તેમાં કોઇ બે મત નથી કે Reliance Jio આવ્યા બાદ ભારતમાં ટેલિકોમ માર્કેટ સંપુર્ણ બદલાઇ ચુક્યું છે. તેનો ઉલ્લેખ અનેક રિપોર્ટમાં થઇ ચુક્યો છે. ગત્ત દિવસોમાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા 6 વર્ષમાં ભારતમાં ડિજિટલ ક્રાંતિ આવી છે. જેમાં જીયોની ખુબ જ મહત્વની અને મોટી ભુમિકા છે. ક્રાંતિનું પરિણામ છે કે 6 વર્ષમાં ડેટા 95 ટકા જેટલો સસ્તો થઇ ગયો છે. હાલમાં દરેક કંપનીની તુલનાએ જિયો ડેટા મુદ્દે આગળ છે. માર્કેટમાં પોતાની પકડ જાળવી રાખવા માટે રિલાયન્સ જિયોએ પોતાનાં તમામ જુના પ્લાનને અપડેટ કર્યા છે.
PMએ સની સાથે શેર કરી તસ્વીર, કહ્યું હિંદુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે...
નવા પ્લાન હેઠળ પ્લાનમાં ડેટા લિમિટ વધારવામાં આવે છે. Reliance Jio ના પ્લાન 19 રૂપિયાથી શરૂ થાય છે અને 9999 રૂપિયા સુધીનો હોય છે. પહેલા 149 રૂપિયા, 349, 377, 499 અને 1699 રૂપિયાનાં પ્લાનમાં કસ્ટમરને રોજિંદી રીતે 1 GB ડેટા મળતો હતો. જો કે આ નવા પ્લાન હેઠળ 1.5 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ, 70 દિવસ,84દિવસ, 91દિવસ અને 365 દિવસ હતી. ઉપરાંત તમામ પ્લાનમાં 100 એસએમએસ પણ મફત હતા. સાથે અનલિમિટેડ કોલિંગ, એસટીડી અને રોમિંગની સુવિધા છે. રોજીદી ડેટા લિમિટ પુર્ણ થયા બાદ 64 kbpsની સ્પીડથી ઇન્ટરનેટ કામ કરતું રહેશે.
VIDEO: આગ બુઝાવવા સ્મૃતીએ હેંડપંપથી છાંટ્યુ પાણી, ગામને આપી સાંત્વના
કનૈયાના સમર્થનમાં કોંગ્રેસ, દિગ્ગીએ કહ્યું, પાર્ટી કન્ફ્યૂઝ હતી હવે સ્થિતી સ્પષ્ટ
1GB ના બદલે 1.5GB રોજિંદી રીતે મળશે
198 રૂપિયા, 398 રુપિયા, 448 રૂપિયા અને 498 રૂપિયાના પ્લાનમાં રોજિંદા 1.5 જીબી ડેટા મળતો હતો. હવે આ પ્લાન્સ હેઠળ રોજીંદી રીતે 2 જીબી ડેટા મળી રહ્યો છે. આ પ્લાનની વેલિડીટી 28 દિવસ, 70 દિવસ,84દિવસ, 91દિવસ અને 365 દિવસ હતી.
તો આ કારણથી PM મોદી સામે ચૂંટણી લડવાનું ટાળ્યું! પ્રિયંકા ગાંધીન સ્પષ્ટતા
પહેલા 2 GB ડેટાના પ્લાનને હવે 3GB ડેટા મળશે
પહેલા 299 રૂપિયાનાં પ્લાનમાં રોજિંદી રીતે 2 જીબી ડેટા મળતો હતો. તેની વેલિડીટી 28 દિવસની હતી. હવે તેના હેઠળ રોજિંદી રીતે 3 જીબી ડેટા મળે છે. આ પ્રકારે 509 રૂપિયાનાં પ્લાનમાં પહેલા રોજિંદા 3 જીબી ડેટા 28 દિવસ માટે મળતો હતો. આ પ્રકારે 509 રૂપિયાનાં પ્લાનમાં પહેલા રોજિંદી રીતે 3જીબી ડેટા 28 દિવસ માટે મળતો હતો. હવે રોજિંદી 4જીબી ડેટા મળતા રહે છે. તમામ પ્લાનમાં રોજિંદા 100 મેસેજ મફત મળે છે. આ ઉપરાંત અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલની સુવિધા છે. રોજિંદી ડેટા લિમિટ સમાપ્ત થયા બાદ 64 kbpsની સ્પીડથી ઇન્ટરનેટ કામ કરતું રહેશે.