`મસ્જિદોના લાઉડસ્પીકર બંધ કરાવો, નહીં તો મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડીશું...` રાજ ઠાકરેની ધમકી
રાજ ઠાકરેએ શિવાજી પાર્કમાં એક રેલીમાં જણાવ્યું હતું કે, `મસ્જિદોમાં લાઉડસ્પીકર આટલા જોરથી કેમ વગાડવામાં આવે છે? જો આને રોકવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર સ્પીકર પર વધુ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ મસ્જિદોના લાઉડસ્પીકરના મોટા અવાજ સામે વાંધો ઉઠાવ્યો છે. MNS પ્રમુખ રાજ ઠાકરેએ તેમની એક રેલી દરમિયાન મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાની માંગ કરી હતી.
શિવાજી પાર્કથી સરકારને કરી સ્પષ્ટતા
રાજ ઠાકરેએ શિવાજી પાર્કમાં એક રેલીમાં જણાવ્યું હતું કે, 'મસ્જિદોમાં લાઉડસ્પીકર આટલા જોરથી કેમ વગાડવામાં આવે છે? જો આને રોકવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર સ્પીકર પર વધુ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. તેમણે કહ્યું, હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની વિરુદ્ધ નથી. મને મારા ધર્મ પર ગર્વ છે.
એનસીપી ચીફથી નારાજગી
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખે એનસીપી પ્રમુખ શરદ પવારની પણ નિંદા કરી અને તેના પર સમયાંતરે જાતિનો મુદ્દો ઉઠાવવા અને સમાજમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો.
પિતરાઈ ભાઈ પર સાંધ્યું નિશાન
રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને પોતાના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે ઉપર પણ કટાક્ષ કર્યો, જેમની પાર્ટી શિવસેના 2019માં મુખ્યમંત્રી પદને લઈને બીજેપીથી અલગ થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જણાવી રહ્યા છે કે દેવેન્દ્ર ફડણવીસ આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ઉદ્વવ ઠાકરે મંચ પર હાજર હતા, પરંતુ તેમણે ક્યારેય સીટ વહેંચણીની ફોર્મૂલા વિશે વાત કરી નથી.
ઉદ્ધવે તેને ત્યારે ઉઠાવ્યો જ્યારે તેમને સમજાયું કે ભાજપ તેમની મદદ વિના (2019ની ચૂંટણી પછી) સરકાર બનાવી શકશે નહીં. MNS નેતાએ આરોપ લગાવ્યો કે સરકારમાં ત્રણ પક્ષો (શિવસેના, NCP અને કોંગ્રેસ) એ લોકોના જનાદેશની અવગણના કરી છે.
મુસ્લિમ વિસ્તારોમાં પાડવા જોઈએ દરોડા
ઠાકરેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મુંબઈના મુસ્લિમ વિસ્તારોમાં દરોડા પાડવાની અપીલ કરી. રાજ ઠાકરેએ કહ્યું, 'હું પીએમ મોદીને મુસ્લિમ ઝૂંપડપટ્ટીમાં આવેલી મદરેસાઓ પર દરોડા પાડવાની અપીલ કરું છું. આ ઝૂંપડીઓમાં પાકિસ્તાની સમર્થકો રહે છે. મુંબઈ પોલીસ જાણે છે કે ત્યાં શું થઈ રહ્યું છે, અમારા ધારાસભ્યો તેનો ઉપયોગ વોટ-બેંક માટે કરી રહ્યા છે, આવા લોકો પાસે આધાર કાર્ડ પણ નથી, પરંતુ ધારાસભ્યો તેમના આધાર કાર્ડ બનાવી રહ્યા છે.