છેલ્લા 9 વર્ષમાં દેશમાં એવા અનેક નિર્માણ થયા જેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રેકોર્ડ બનાવ્યા. તેની શરૂઆત ગુજરાતમાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી, જેણે ચીનનો રેકોર્ડ તોડ્યો. ફક્ત એટલું જ નહીં મોદી સરકારમાં ટ્રાન્સપોર્ટેશનના ક્ષેત્રમાં દશમાં એવા અનેક પુલોનું નિર્માણ કરાવ્યું જેણે સમય અને ઈંધણની બચતની સાથે સાથે અવરજવરને સરળ બનાવી. દેશના અલગ અલગ હિસ્સાઓમાં થયેલા આ નિર્માણથી સરળતા બની અને રેકોર્ડ પણ  બન્યા. મોદી સરકારે ક્યાં ક્યાં રેકોર્ડ બનાવનારા નિર્માણ કરાવ્યા તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેચ્યુ ઓફ યુનિટી- દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા
31 ઓક્ટોબર 2018ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જયંતી પર દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ધાટન કર્યું. ગુજરાતમાં સરોવર બંધની સામે બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની લંબાઈ 182 મીટર છે. આ આકારમાં એટલી લાંબી છે કે તેને અનેક કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. દેશમાં સરદાર પટેલનું આ સ્ટેચ્યુ બન્યા બાદ ભારતે 128 મીટર ઊંચી બુદ્ધની પ્રતિમાનો રેકોર્ડ તોડ્યો હતો જે ચીનમાં બની છે. 


અટલ ટનલ- દુનિયાની સૌથી લાંબી સુરંગ
હિમાચલના રોહતાંગમાં મનાલીને લેહથી જોડનારી વિશ્વની સૌથી લાંબી સુરંગનું નિર્માણ કરાવ્યું છે. તેને અટલ ટનલ નામ આપવામાં આવ્યું. આ સુરંગના કારણે આ બંને જગ્યાઓ વચ્ચે 46 કિલોમીટરનું અંતર ઓછું થઈ ગયું. અત્યાધુનિક ટેક્નોલોજીથી તેને સમુદ્રની સપાટીથી 10 હજાર ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવી. 9 કિલોમીટર લાંબી સુરંગને ફેબ્રુઆરી 2022માં દુનિયાની સૌથી લાંબી હાઈવે ટનલનો એવોર્ડ મળ્યો. 3 ઓક્ટોબર 2020ના રોજ પીએમ મોદીએ તેનું ઉદ્ધાટન કર્યું. જે 10 મીટર પહોળી અને 5.52 મીટર ઊંચી બની છે. 


બોગીબીલ- દેશનો સૌથી લાંબો રેલ રોડ બ્રિજ
ડિસેમ્બર 2018માં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે મોદી સરકારે વધુ એક રેકોર્ડ બનાવ્યો. અસમના ડિબ્રુગઢમાં દેશના સૌથી મોટા રેલવે રોડ બ્રિજ બોગીબીલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. 4.94 કિલોમીટર લાંબા આ બ્રિજનું નિર્માણ 5920 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું. આ બ્રિજને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે અહીં ફાઈટર વિમાન પણ ઉતારી શકાય. આ પ્રોજેક્ટની શરૂઆત 22 જાન્યુઆરી 1997માં તત્કાલિન પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ કરી હતી પરંતુ તેનું નિર્માણ 21 એપ્રિલ 2022માં તત્કાલીન અટલ બાજપેયી સરકારમાં શરૂ થયું હતું. 16 વર્ષમાં પુલ તૈયાર કરવા દરમિયાન અનેક ડેડલાઈન બાદ પણ તે પૂરો થઈ શક્યો નહીં. મોદી સરકારમાં તેને પૂરો કરીને જનતા અને ફૌજી જરૂરિયાતોને રાહત આપવામાં આવી. 


ઉજ્જૈનમાં આંધીથી શ્રી મહાકાલ લોક કોરિડોરને મોટું નુકસાન, સપ્તઋષિઓની મૂર્તિઓ તૂટી


સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા સામે FIR દાખલ, ધરણા સ્થળ ખાલી કરાવ્યું


મોત બાદ કિન્નરોની લાશ સાથે શું થાય છે? દુનિયાથી છૂપાવવામાં આવે છે આ રહસ્યો


ઢોલા સાદિયા બ્રિજ- દેશનો સૌથી લાંબો પુલ
અસમનો ઢોલા સાદિયા બ્રિજ દેશનો સૌથી લાંબો પુલ છે. લોહિત નદી પર બનેલા આ બ્રિજની લંબાઈ 9.15 કિલોમીટર છે. જે અસમ અને અરુણાચલ પ્રદેશને જોડવાનું કામ કરે છે. પૂર્વોત્તરના બે રાજ્યોને જોડનારા આ પુલની શરૂઆત 2017માં થઈ હતી. તેનું નિર્માણ 2011માં શરૂ થયું હતું અને 950 કરોડ રૂપિયાના ખર્ચે તેને તૈયાર કરવામાં આવ્યો હતો. 2017માં તેની શરૂઆત બાદ અરુણાચલ પ્રદેશ અને અસમ વચ્ચે અંતર 165 કિલોમીટર ઓછું થઈ ગયું. તેની મુસાફરીમાં 5 કલાકનો કાપ આવી ગયો. 


મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક- દેશનો સૌથી લાંબો સમુદ્રી પુલ
દક્ષિણ મુંબઈ અને રાયગઢ વચ્ચે બનેલો દેશનો સૌથી લાંબો સમુદ્રી પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક બનીને તૈયાર થયો છે. જલદી તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. 22 કિલોમીટરના અંતરવાળા 6 લેનના આ બ્રિજના કારણે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે 60 મિનિટની મુસાફરી ઘટીને 16 મિનિટ થઈ જશે. આ ઉપરાંત તે મુંબઈ એરપોર્ટને પણ જોડવાનું કામ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube