Nostradamus`s Predictions for India: નાસ્ત્રેદમસની સાચી પડી ભવિષ્યવાણી અને ટ્રમ્પ ફરી બન્યા રાષ્ટ્રપતિ, જાણો ભારત માટે શું કરી છે ભવિષ્યવાણી
. ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે તમામ રાજકીય ચર્ચાઓ વચ્ચે એકવાર ફરીથી નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ચર્ચામાં છે. નાસ્ત્રેદમસની કઈ ભવિષ્યવાણીઓને ટ્રમ્પ સાથે જોડવામાં આવી રહી છે, ભારત માટે નાસ્ત્રેદેમસે શું મોટી ભવિષ્યવાણી કરી છે તે પણ ખાસ જાણો.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા અને હવે સત્તામાં પણ આવી જશે. ટ્રમ્પે ડેમોક્રેડિટ ઉમેદવાર અને હાલના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હરાવીને ફરીથી જીત મેળવી. ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે તમામ રાજકીય ચર્ચાઓ વચ્ચે એકવાર ફરીથી નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ચર્ચામાં છે. નાસ્ત્રેદમસની કઈ ભવિષ્યવાણીઓને ટ્રમ્પ સાથે જોડવામાં આવી રહી છે, ભારત માટે નાસ્ત્રેદેમસે શું મોટી ભવિષ્યવાણી કરી છે તે પણ ખાસ જાણો.
ટ્રમ્પ સાથે કેમ જોડવામાં આવી રહી છે ભવિષ્યવાણી
મહાન ફ્રેન્ચ જ્યોતિષી નાસ્ત્રેદમસની સદીઓ જૂની ભવિષ્યવાણીને અમેરિકાના રાજકારણ સાથે જોડવામાં આવી રહી છે. 1555માં નાસ્ત્રેદમસનું ધ પ્રોફેસીસ (લેસપ્રોફેસીસ) નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું. જેને નાસ્ત્રેદમસે 1503ની આસપાસ લખ્યું હતું. આ પુસ્તકમાં ભારત સહિત દેશ દુનિયા વિશે અનેક ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી. તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે.
નાસ્ત્રેદમસે પોતાના પુસ્તક ધ પ્રોફેસીસમાં દુનિયાની મહાશક્તિઓનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક મુજબ મહાશક્તિનો નવો રાજા એક બિઝનેસ માઈન્ડેડ હશે અને તે પોતાના જીવનના અંતમાં (એટલે કે ઉંમરના આખરી પડાવ પર) બીજીવાર સિંહાસન પર બેસશે. 1555માં અમેરિકા એક દેશ તરીકે બન્યો નહતો. અમેરિકાની સ્થાપના 1776માં થઈ હતી. નાસ્ત્રેદમસે આ દશના મહાશક્તિ બનવાની ભવિષ્યવાણી કરી હતી. હાલના સમયમાં અમેરિકા મહાશક્તિશાળી દેશોમાંથી એક છે. આ સિવાય હાલમાં જ અમેરિકામાં થયેલી ચૂંટણી વખતે ટ્રમ્પની ઉંમર 78 વર્ષ છે. આમ નાસ્ત્રેદમસે સદીઓ પહેલા જ ભવિષ્યવાણી કરી દીધી હતી કે અમેરિકી ચૂંટણી અને ટ્રમ્પની જીત જોવા મલશે.
ભારત માટે ભવિષ્યવાણી
નાસ્ત્રેદમસે પોતાના ભવિષ્યવાણીના પુસ્તકમાં ભૌગોલિક સંકેત આપતા ભારતનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ભવિષ્યવાણી મુજબ ભારત મટે એક ઉદ્ધારકર્તાનો જન્મ થશે. જે ફક્ત રાજકારણ જ નહીં પરંતુ ધર્મના ક્ષેત્રમાં પણ સક્રિય રહેશે અને અનેક મોટા કામ કરશે. આ ઉદ્ધારકર્તાની હાજરીમાં વંચિત વર્ગની સમસ્યાઓ ઉકેલાશે અને અનેક મોટી આફતો ટળશે.
સંઘર્ષ કરશે ભારત
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ સમગ્ર દુનિયાએ ત્રીજા વિશ્વયુદ્ધનો સામનો કરવો પડશે. ત્રીજા વિશ્વયુદ્ધથી અનેક દેશોમાં હાલત ખરાબ થશે. આ વિશ્વયુદ્ધમાં અનેક મહાશક્તિઓ ભાગ લેશે. તેમાં ભારતે પણ સંઘર્ષ કરવો પડશે.
ધર્મમાં વિભાજન અને અરાજકતા
નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં અનેક ધર્મોવાળા દેશની વાત કરી હતી. આ અનુમાન મુજબ ભારતમાં અનેક ધર્મોના લોકો રહે છે. આ સાથે જ ભારતમાં ધર્મના આધાર પર રાજકીય હિંસા પણ જોવા મળતી હોય છે. અનેકવાર ધર્મના આધાર પર તોફાનો થયા છે. ઈન્ટરનેટના વધતા ચલણના કારણે લોકો એકજૂથ થવાની જગ્યાએ વહેંચાવા લાગ્યા છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ ભવિષ્યમાં તેનાથી પણ ભયંકર પરિણામ જોવા મળી શકે છે.
દેશનું મૌસમ બગડશે
નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં એ પણ કહ્યું હતું કે દુનિયાનો આટલો પ્રાચીન દેશ અલગ અલગ ઋતુઓ માટે પ્રખ્યાત છે. જ્યાં પવિત્ર નદીઓ વહે છે, ત્યાંનું જળવાયું બગડી જશે, સાથે ગરમી એટલી વધી જશે કે ધરતી ગરમ થઈ જશે, ઠંડી વધશે. મૌસમ મુજબ ચક્રો ખરાબ થશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી કેટલી સાચી પડશે તે તો આવનારો સમય જ કહી આપશે. કારણ કે ભવિષ્યવાણીઓ કરવાની કોઈ નિશ્ચિત રીત નથી. વિવિધ ઘટનાઓને વિવિધ સંકેતો સાથે જોડીને ભવિષ્યવાણી કરાય છે.