કોલકાતા: જાણીતા પત્રકાર અને બંગાળી ન્યૂઝ ચેનલ Zee 24 Ghanta ના એડિટર અંજન બંદોપાધ્યાયનું કોરોનાના કારણે નિધન થયું. 56 વર્ષના અંજન બંદોપાધ્યાય એક મહિના પહેલા કોરોનાથી સંક્રમિતથયા હતા. તેમણે રવિવારે રાતે 9.25 વાગે તેમણે છેલ્લા શ્વાસ લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના થયા બાદ બગડી તબિયત
અમારી સહયોગી વેબસાઈટ ડીએનએમાં છપાયેલા અહેવાલ મુજબ પરિવારના સૂત્રોએ જણાવ્યું કે એપ્રિલના મધ્યમાં તેઓ કોરોના પોઝિટુવ થયા હતા. ત્યાબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પછી તો કોરોનાથી ઠીક થઈને ઘરે પાછા ફર્યા હતા પરંતુ ત્યારબાદ ફરીથી સ્થિતિ બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલના એક અધિકારીના જણાવ્યાં મુજબ સ્થિતિ વધુ બગડતા તેઓને વેન્ટિલેટર પર રખાયા હતા અને ત્યારબાદ  Extracorporeal Membrane Oxygenation (ECMO) support ઉપર પણ રાખવામાં આવ્યા હતા. પરંતુ આમ છતાં સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નહતો. 


સીએમ મમતા બેનર્જીએ વ્યક્ત કર્યો શોક
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંદોપાધ્યાયના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે અંજન બંદોપાધ્યાયના નિધનથી દુ:ખી છું. તેઓ  બંગાળના બેસ્ટ ટીવી એન્કર્સમાંથી એક અને ખુબ શાનદાર પત્રકાર હતા. આપણે હાલમાં જ ચૂંટણી કવર કરનારાઓમાંથી અનેક લોકોને ગુમાવ્યા. 



મમતાએ વધુમાં કહ્યું કે મારી પાસે તેમના પરિવાર અને સાથીઓનુ દુ:ખ શેર કરવા માટે શબ્દો નથી. અત્રે જણાવવાનું કે અંજન બંદોપાધ્યાયના ભાઈ અલ્પન બંદોપાધ્યાય રાજ્યના ચીફ સેક્રેટરી પણ છે. 



અંજન બંદોપાધ્યાયે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ Zee 24 Ghanta જોઈન કરી હતી. ટીવી-9 બંગ્લા ચેનલના પહેલા એડિટર તરીકેકામ કરતા પહેલા તેઓ ઈટીવી બાંગ્લા, ઝી 24 ઘંટા અને આનંદ બજાર પત્રિકાના ડિજિટલ યૂનિટમાં પણ પોતાની સેવા આપી ચૂક્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube