નવી દિલ્હીઃ આ વર્ષે ભારત તેનો 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. ભારતીય નાગરિકો પૂર્ણ ઉત્સાહ અને દેશભક્તીની ભાવના સાથે પ્રજાસત્તાક દિવસ ઉજવતા આવ્યા છે. પ્રજાસત્તાક દિવસે નવી દિલ્હીમાં વિશાળ પરેડનું આયોજન કરવામાં આવે છે. આ વખતે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામપોસા પરેડના મુખ્ય અતિથી બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરેડની શરૂઆતમાં રાષ્ટ્રપતિના કાવેલરી યુનિટના 200 ગાર્ડ તેમને લઈને આવશે. રાષ્ટ્રગાનની સાથે પરેડની શરૂઆત થશે. રાષ્ટ્રપતિ તિરંગો લહેરાવશે અને ત્યાર બાદ પરેડ શરૂ થશે. આ પરેડમાં ભારત તેની લશ્કરી તાકાતનું પ્રદર્શન કરતું આવ્યું છે અને તેની સાથે દેશનાં રાજ્યોની વિવિધ સંસ્કૃતિઓનું પણ ટેબ્લો દ્વારા નિદર્શન કરવામાં આવે છે. 


આ વખતની પરેડમાં અનેક વસ્તુઓ પ્રથમ વખત જોવા મળવાની છે. 70મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં તમિલનાડુ, અરૂણાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રના લોકનૃત્યો હાજર મહેમાનોનું દીલ ડોલાવશે. 


[[{"fid":"200594","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વર્ષ 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ સર્જાયો હતો. તેના 100 વર્ષની પૂર્ણાહૂતિ પર પંજાબ દ્વારા જલિયાવાલાં બાગની થીમ પર ટેબ્લો રજૂ કરવામાં આવશે. પંજાબ આ ત્રીજી વખત પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લો રજુ કરી રહ્યું છે. 


આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં 'નારી શક્તી'ના પણ દર્શન થશે. આસામ રાઈફલ્સની મહિલાઓ ઉપરાંત એક મહિલા લશ્કરી અધિકારી એકલી બાઈક પર વિવિધ કરતબ દેખાડીને હાજર મહેમાનો અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે. આ ઉપરાંત, નૌકાદળ, આર્મી સર્વિસ કોર્પ્સ અને કોર્પ્સ ઓફ સિગ્નલ્સના યુનિટનું નેતૃત્વ પણ મહિલા અધિકારીઓ કરશે. 


આ વખતે પરેડમાં સૌ પ્રથમ વખત ભારતીય સેનાના 90 વર્ષની વયના વયોવૃદ્ધ સેનાનીઓ પણ ભાગ લઈ રહ્યા છે. મેજર જનરલ રાજપાલ પુનિયાએ જણાવ્યું કે, "આ વરિષ્ઠ સેનાનીઓ 90થી 100 વર્ષની વચ્ચેની વયના છે. ઈન્ડિયન નેશનલ આર્મીના આ સૈનિકો બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં પણ કામ કરી ચૂક્યા છે."


આ ઉપરાંત પરેડમાં સૌ પ્રથમ વખત ભારતમાં જ નિર્મિત આર્ટિલરી ગન સિસ્ટમ M777 અમેરિકન અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર પણ પ્રદર્શિત કરાશે. સાથે જ મેઈન બેટલ ટેન્ક ટી-90 પણ પ્રદર્શિત કરાશે. મેડ ઈન્ડ ઈન્ડિયા આકાશ વેપન સિસ્ટમ પણ પરેડમાં સૌ પ્રથમ વખત રજૂ થશે.