Republic Day 2020: રાષ્ટ્રપતિ ભવનમાં `એટ હોમ` સમારોહ, બ્રાઝીલના રાષ્ટ્રપતિ બન્યા મુખ્ય અતિથિ
એટ હોમ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.
નવી દિલ્હીઃ દેશભરમાં આજે 71માં ગણતંત્ર દિવસ (Republic Day)ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હીના રાજપથની પરેડે દેશવાસિઓને જોશ અને જનૂનથી ભરી દીધા હતા. તો હવે રાષ્ટ્રપતિ ભવનમાં ગણતંત્ર દિવસના અવસર પર 'એટ હોમ' કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સમારોહમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થયા છે. એટ હોમ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.
રાજપથની પરેડમાં 71માં ગણતંત્ર દિવસના અવસર પર દુશ્મનને સૈન્ય પાવરના પરાક્રમનો સંદેશ આપવાની સાથે ભારતની સોફ્ટ પાવરની શક્તિનો દુનિયાને પરિચય થયો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube