Republic Day 2023: કર્તવ્ય પથ પર ઈન્ડિયાનો વોર પાવર, અર્જૂન, પ્રચંડ, આકાશ મિસાઈલ સાથે જોવા મળ્યો ભારતનો દમ
ભારત આજે 26મી જાન્યુઆરીએ પોતાનો 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે કર્તવ્ય પથ પર પરેડ જોવા મળી. આ પરેડમાં ભારતના સ્વદેશી સૈન્ય પરાક્રમ અને નારી શક્તિની તાકાત જોવા મળી. કર્તવ્ય પથ પર આકાશ મિસાઈલ, અર્જૂન ટેંક જેવા ઘાતક હથિયારોએ સેનાના શૌર્યને દેખાડ્યું, આકાશમાં પ્રચંડ અને રાફેલ સહિત 50 વિમાનોની ઉડાણે વાયુસેનાની તાકાત દેખાડી. આ દ્રશ્યો જોઈને દરેક ભારતીયની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ.
ભારત આજે 26મી જાન્યુઆરીએ પોતાનો 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે કર્તવ્ય પથ પર પરેડ જોવા મળી. આ પરેડમાં ભારતના સ્વદેશી સૈન્ય પરાક્રમ અને નારી શક્તિની તાકાત જોવા મળી. કર્તવ્ય પથ પર આકાશ મિસાઈલ, અર્જૂન ટેંક જેવા ઘાતક હથિયારોએ સેનાના શૌર્યને દેખાડ્યું, આકાશમાં પ્રચંડ અને રાફેલ સહિત 50 વિમાનોની ઉડાણે વાયુસેનાની તાકાત દેખાડી. આ દ્રશ્યો જોઈને દરેક ભારતીયની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. 90 મિનિટની આ પરેડમાં 23 ઝાંખીઓ પણ જોવા મળી. જેમાં રાજ્યો, અને મંત્રાલયો-વિભાગોની ઝાંખીઓ સામેલ હતી. જ્યાં યુપીની ઝાંખીમાં અયોધ્યાની ઝલક જોવા મળી, તો ગૃહ મંત્રાલય દ્વારા નશામુક્ત ભારતની ઝાંખી જોવા મળી તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની ઝાંખીમાં નારી શક્તિને દર્શાવવામાં આવી. છેલ્લે ભારતીય સેનાઓના 50 વિમાનોએ ફ્લાય પાસ્ટ કરી.
ઈતિહાસ રચાયો, પહેલીવાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લીધી પરેડની સલામી
ગાડી કે સ્કૂટર પર કોઈ નહીં લગાવી શકે તિરંગો, થઈ શકે છે 3 વર્ષની જેલ
ભારતીય સેનાએ આપ્યો 50 કિલોમીટરની ઝડપથી ઉડતા જેટ પેક સ્યૂટનો ઓર્ડર, જાણો ખાસિયતો
90 મિનિટ ચાલી પરેડ
ગણતંત્ર દિવસની પરેડ લગભગ 10.30 વાગે શરૂ થઈ. તે 90 મિનિટ સુધી ચાલી. આ પરેડમાં દેશની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાનો એક અનોખો સંગમ જોવા મળ્યો. જે દેશની વધતી સ્વદેશી ક્ષમતાઓ, નારી શક્તિ અને એક ન્યૂ ઈન્ડિયાની ઝલક દેખાડે છે. પહેલીવાર 21 તોપોની સલામી 105 મિમીની ભારતીય ફિલ્ડ ગનથી અપાઈ. આ ફીલ્ડ ગને જૂની 25 પાઉન્ડર બંદૂકની જગ્યા લીધી. જે રક્ષા ક્ષેત્રમાં વધતી આત્મનિર્ભરતા પ્રદર્શિત કરે છે. 105 હેલિકોપ્ટર યુનિટના ચાર MI-171વી/વી5 હેલિકોપ્ટરે કર્તવ્ય પથ પર હાજર દર્શકો પર પુષ્પવર્ષા કરી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube