Republic Day 2024: કર્તવ્ય પથ પર જોવા મળશે દેશની આન, બાન અને શાન, ગુજરાતની ઝાંખી આ ગામ પર આધારિત
દેશ આજે પોતાનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. કર્તવ્ય પથ પર 90 મિનિટના પરેડ કાર્યક્રમ દરમિયાન પોતાની વધતી સૈન્ય તાકાત અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના ભવ્ય પ્રદર્શન સાથે આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી થશે. દેશની મહિલા શક્તિ અને લોકતાંત્રિક મુલ્યો પર કેન્દ્રિત આ ભવ્ય સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે.
દેશ આજે પોતાનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. કર્તવ્ય પથ પર 90 મિનિટના પરેડ કાર્યક્રમ દરમિયાન પોતાની વધતી સૈન્ય તાકાત અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના ભવ્ય પ્રદર્શન સાથે આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી થશે. દેશની મહિલા શક્તિ અને લોકતાંત્રિક મુલ્યો પર કેન્દ્રિત આ ભવ્ય સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. સશસ્ત્ર દળોની પરેડમાં મિસાઈલ, ડ્રોન, ઝામર, નિગરાણી પ્રણાલી, વાહન પર લાગેલા મોર્ટાર અને બીએમપી-2 પગપાળા સેનાના ફાઈટર વિમાનો જેવા ઘરેલુ હથિયારો અને સૈન્ય ઉપકરણોનું શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. પહેલીવાર ત્રણેય સેનાઓની મહિલા ટુકડી દેશના આ સૌથી મોટા સમારોહમાં સામેલ થશે.
સવારે 10.30 વાગે શરૂ થશે પરેડ
ગણતંત્ર દિવસ પરેડ સવારે 10.30 વાગ્યાથી શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે. સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સમર સ્મારક પર જવાની સાથે શરૂ થશે. જ્યાં તેઓ શહીદ થયેલા નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરશે. રક્ષા મંત્રાલયના જણાવ્યાં મુજબ થોડા સમય બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને તેમના ફ્રેન્ચ સમકક્ષ મેક્રોન પરંપરાગત બગ્ગીમાં પહોંચશે. આ પ્રથા 40 વર્ષના સમયગાળા બાદ ફરી શરૂ થઈ રહી છે. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રગીત સાથે જ સ્વદેશી બંદૂક પ્રણાલી 105 એમએમ ઈન્ડિયન ફીલ્ડ ગનથી 21 તોપની સલામી આપવામાં આવશે.
ઐતિહાસિક ઘટના
પહેલીવાર એક વધુ ઐતિહાસિક ઘટનામાં લેફ્ટેનન્ટ દીપ્તિ રાણા અને પ્રિયંકા સેવદા હથિયારની ભાળ મેળવનારા સ્વાતિ રડાર અને પિનાકા રોકેટ પ્રણાલીનું પરેડમાં નેતૃત્વ કરશે. લેફ્ટેનન્ટ દીપ્તિ રાણા અને પ્રિયંકા સેવદા ગત વર્ષ આર્ટિલરી રેજિમેન્ટમાં નિયુક્ત થયેલા 10 મહિલા અધિકારીઓમાંથી છે. પરેડની શરૂઆત પરંપરાગત સૈન્ય બેન્ડની જગ્યાએ પહેલીવાર 100થી વધુ મહિલા કલાકારો દ્વારા શંખ, નાદસ્વરમ, નગારા જેવા ભારતીય સંગીત વાદ્યોથી થશે. ભારતીય વાયુસેનાના ફ્લાયપાસ્ટ દરમિયાન લગભગ 15 મહિલા પાઈલટ પણ નારી શક્તિનું પ્રતિનિધિત્વ કરશે. સીએપીએફની ટુકડીઓમાં પણ ફક્ત મહિલાકર્મી સામેલ થશે.
રામલલ્લા પરેડમાં પણ જોવા મળશે
અયોધ્યાના ભવ્ય મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થયા બાદથી સમગ્ર દેશમાં રામ લહેર ચાલી રહી છે. આજે ગણતંત્ર દિવસ સમારોહમાં દિલ્હીમાં થનારી પરેડમાં પણ તે જોવા મળશે. જ્યારે પરેડ શરૂ થશે તો તેમાં યુપીની ઝાંખી જોઈને બધા હાથ જોડી લેશે. કર્તવ્ય પથ પર રામલલ્લા પણ જોવા મળશે. યુપીની ઝાંખી પર બધાની નજર ટકેલી રહેશે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube