Macron India Visit: હાલ સપ્ટેમ્બરમાં જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન જી20 શિખર સંમેલન માટે દિલ્હી આવ્યા હતા. આજે એકવાર ફરીથી તેઓ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. મેક્રોન 26 જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત થનારા 75માં ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ છે. ખાસ વાત એ છે કે તેઓ આ કાર્યક્રમમાં સામેલ થનારા ફ્રાન્સના છઠ્ઠા નેતા છે. આ આંકડો સૌથી વધુ છે. આવામાં તમારા મનમાં પણ એવો સવાલ ઉઠી શકે કે ફ્રાન્સ આપણા માટે આટલું મહત્વનું કેમ છે. આ સાથે જ ચીફ ગેસ્ટ  કેવી રીતે પસંદ થાય છે તે પણ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા એ જાણી લો કે મેક્રોન દિલ્હી આવતા પહેલા જયપુર જશે. ફ્રા્સના રાષ્ટ્રપતિનું વિશેષ વિમાન બપોરે અઢી વાગે જયપુર એરપોર્ટ પર ઉતરશે. પીએમ મોદી સાંજે લગભગ સાડા પાંચ વાગે મેક્રોનનું સ્વાગત કરશે. બંને નેતા એક રોડશો પણ કરવાના છે. મેક્રોન પ્રસિદ્ધ  આમેર કિલ્લો, હવા મહેલ અને ખગોળીય વેધશાળા જંતર મંતરની મુલાકાત કરશે. રાતે 8.50  વાગે તેઓ દિલ્હી જવા રવાના થશે. હવે વાત દિલ્હી પરેડની કરીએ. 


ચીફ ગેસ્ટ હોવાનો અર્થ
ભારતમાં રિપબ્લિક ડે ઈવેન્ટમાં ચીફ ગેસ્ટ ક રીતે બોલાવવાનો અર્થ છે પ્રોટોકોલની રીતે તે  દેશના  નેતાને વિશેષ સન્માન આપવું છે. અહીં ભારતની તાકાત અને સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન થાય છે. રાષ્ટ્રપતિ ભનમાં ગેસ્ટને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને સાંજે તેમના સન્માનમાં ખાસ ભોજનનું આયોજન થાય છે. 


એક અધિકારી જણાવે છે કે ચીફ ગેસ્ટ બનાવીને બોલાવવાનો અર્થ છે કે તેઓ ભારતની ખુશી અને ગર્વના ઉત્સવમાં  સામેલ થઈ રહ્યા છે. તે ભારતના રાષ્ટ્રપતિ અને ચીફ ગેસ્ટની સાથે સાથે બંને દેશોની પાક્કી મિત્રતા પણ દેખાડે છે. તેને એક પ્રકારે પાવરફૂલ ટુલ કહી શકાય છે જેનાથી ભારત આમંત્રિત દેશના નેતાની સાથે પોતાના રાજનીતિક અને રાજનયિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જાય છે. 


ગેસ્ટ કેવી રીતે પસંદ થાય છે?
તમને કદાચ એ જાણીને નવાઈ લાગે કે આ પ્રક્રિયા લગભગ 6 મહિના પહેલા શરૂ થઈ જાય છે. રાજદૂત રહી ચૂકેલા IFS અધિકારી મનબીર સિંહે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આમંત્રણ આપતા પહેલા વિદેશ મંત્રાલય દરેક પહેલુંને ધ્યાનમાં રાખે છે. સૌથી પહેલા એ વાત કે ભારત અને તે દેશના સંબંધોની પ્રકૃતિ સમજવામાં આવે છે. આ નિર્ણયમાં રાજનીતિક, વાણિજ્ય, સૈન્ય અને આર્થિક હિતોને સૌથી વધુ મહત્વ અપાય છે. ભારતના વિદેશ મંત્રાલયની એ કોશિશ હોય છે કે આ અવસર દ્વારા સંબંધિત દેશ સાથે સંબંધોને દરેક પ્રકારે મજબૂત બનાવવામાં આવે. 


MEA ના પ્લાન પર પીએમ અને રાષ્ટ્રપતિની મંજૂરી લેવાય છે. ત્યારબાદ ભારતીય રાજદૂત સંબંધિત દેશના નેતાને ચીફ ગેસ્ટનું આમંત્રણ આપતા પહેલા તેમની ઉપલબ્ધાને સમજે છે. એ જરૂરી હોય છે જેથી કરીને ચીફ ગેસ્ટ તે સમયે ભારત આવી શકે. આ કારણે MEA ફક્ત એક વિકલ્પ નથી રાખતા, એવા અનેક સંભવિત નામ લીસ્ટમાં રાખવામાં આવે છે. અધિકૃત વાતચીત થયા બાદ વિદેશ મંત્રાલય આ દરમિયાન થનારી સાર્થક ચર્ચા અને સમજૂતિઓ પર કામ કરે છે. વીઆઈપીના આવવામાં વિલંબ, અચાનક બીમાર થવું, વરસાદ જેવી સ્થિતિઓ માટે પહેલેથી તૈયારી રાખવામાં આવે છે. 


સૌથી મહત્વની વાત
ભારતને ખબર હોય છે કે ચીફ ગેસ્ટની સાથે તેમનું મીડિયા પણ આવ્યું છે અને તે પોતાના દેશમાં અહીની લાઈવ ફીડ મોકલે છે. આવામાં તેના પ્રવાસને ઐતિહાસિક બનાવવાની કોશિશ થાય છે. તેનાથી વિદેશના લોકો ભારત વિશે સમજે છે અને પોતાના નેતાનું સન્માન જોઈ ગર્વ કરે છે. તેનાથી દ્વિપક્ષીય સંબંધ મજબૂત થાય છે. ભારતની છબી મજબૂત થાય છે. ભારતનું આતિથ્ય આપણી પરંપરા, સંસ્કૃતિ અને ઈતિહાસને દર્શાવે છે. 


મેક્રોન જ્યારે શુક્રવારે મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસના સમારોહમાં સામેલ થશે ત્યારે તે સમયે પરેડમાં ફ્રાન્સના 95 સભ્ય માર્ચિંગ ટુકડી, અને 33 સભ્ય બેન્ડ ટુકડી પણ ત્યાંથી પસાર થશે. ફ્રાન્સની એરફોર્સના બે રાફેલ ફાઈટર વિમાનો અને એક એરબસ એ330 મલ્ટી રોલ ટેન્કર પરિવહન વિમાન પણ જોવા મળશે. 


નહેરુના સમયમાં
1950ના દાયકામાં નહેરુના સમયથી જ ગેસ્ટની પરંપરા ચાલતી આવી છે. જો કે ત્યારે જૂથ નિરપેક્ષ નેતાઓને બોલાવવામાં આવતા હતા જેનાથી કોલ્ડવોરની જૂથબાજીથી દૂર રહીને એક બીજા દેશને સશક્ત બનાવવામાં સહયોગ કરી શકાય. 1950માં પરેડના પહેલા ચીફ ગેસ્ટ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો હતા. 


ફ્રાન્સનું મહત્વ
- મોદી સરકારના સમયમાં રક્ષા ક્ષેત્ર પર વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે. રાફેલ જેવા ફાઈટર જેટ ફ્રાન્સથી આવ્યા છે. જેણે ભારતીય સેનાની તાકાતમાં જબરદસ્ત વધારો કર્યો છે. 
- આજે મેક્રોન સાથે પીએમ મોદી ડિજિટલ ક્ષેત્ર, રક્ષા, વેપાર, સ્વચ્છ ઉર્જા, અને ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમોને સરળ બનાવવા સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. સ્પષ્ટ છે કે આવી તક ફરી ન મળે. જે પણ મુદ્દા તે દેશ સંબંધિત છે તેને તે સમયે સામે રજૂ કરી શકાય છે. 
- એવું માનવામાં આવી રહ્યું છે કે ફ્રાન્સથી 26 રાફેલ એમ (સમુદ્રી વર્ઝન) ફાઈટર વિમાનો અને ત્રણ સ્કોર્પીન સબમરીનની  ખરીદીના ભારતીય પ્રસ્તાવ ઉપર પણ ચર્ચા થશે. જાણવા મળ્યું છે કે રાફેલ એમ જેટ અને 3 સ્કોર્પીન સબમરીનની ખરીદી પર વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. 
- એવું માનવામાં આવી રહ્યું છે કે મોદી અને મેક્રોન હિન્દ-પ્રશાંત મહાસાગર વિસ્તારમાં સમુદ્રી સહયોગ વધારવા, લાલ સાગરમાં હાલાત, હમાસ-ઈઝરાયેલ સંઘર્ષ અને યુક્રેન યુદ્ધ પર ચર્ચા પણ કરી શકે છે. 
- પીએમ મોદી ગત વર્ષ 14 જુલાઈના રોજ પેરિસમાં આયોજિત બેસ્ટિલ દિવસ પરેડમાં વિશેષ અતિથિ હતા. 


મેક્રોનના દેશમાં
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારતમાં એવા સમયે આવી રહ્યા છે કે જ્યારે તેમના દેશમાં ખેડૂતોનું આંદોલન ચાલુ છે. ઓછા ભથ્થા, વધતા ખર્ચ, વગેરેને લઈને દેશભરમાં પ્રદર્શન થયા છે. પ્રદર્શનકારીોએ અનેક જગ્યાએ રસ્તા જામ કર્યા છે. ત્યાં સરકારની કૃષિ નીતિઓનો વિરોધ થઈ રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube