સંગરૂર(પંજાબ): પંજાબના સંગરૂર જિલ્લામાં 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા બે વર્ષના ફતેહવીર સિંહ નામના બાળકને 110 કલાકની ભારે જહેમત બાદ મંગળવારે સવારે બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, બહાર આવ્યાના થોડા સમયમાં જ તેનું મોત થઈ ગયું. બોરવેલથી બહાર કાઢ્યા પછી તેને પોલીસ સુરક્ષા સાથે વિશેષ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંગરૂરના નાયબ કમિશનર ઘનશ્યામ ઠોરીએ જણાવ્યું કે, "ફતેહવીરને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો અને તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના કર્મચારીઓએ સવારે 5.30 કલાકની આસપાસ બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી."


તમામ મંત્રાલયો માટે પંચવર્ષીય યોજના બનાવવા ટોચના અધિકારીઓને પીએમ મોદીનો આદેશ 


ફતેહવીર સિંહ ભગવાનપુરા ગામના પોતાના ઘરની પાસે એક બોરવેલમાં ગુરૂવારે સાંજે લગભગ 4.00 કલાકે પડી ગયો હતો. બોરવેલનું મોઢું કાપડથી ઢાંકીને રાખવામાં આવ્યું હતું અને આ બાળક રમતો-રમતો તેમાં પડી ગયો હતો. ત્યાર બાદ તેને બચાવવા માટે વ્યાપક સ્તરે એક બચાવ અભિયાન ચલાવાયું હતું. 


બચાવ ટીમ બાળક સુધી ઓક્સિજન પહોંચાડવામાં સફળ રહી હતી, પરંતુ ભોજન પહોંચાડી શકી ન હતી. બાળકને બચાવવા માટે બોરવેલના સમાંતર એક બીજો બોરવેલ ખોદવામાં આવ્યો હતો અને તેમાં કોંક્રિટથી બનેલા 36 ઈંચના વ્યાસના પાઈપ નાખવામાં આવ્યા હતા. આ ઘટનાએ કૂરૂક્ષેત્રમાં 2006માં આવી જ રીતે બોરવેલમાં પડી ગયેલા પ્રિન્સને બચાવાની ઘટના તાજી થઈ ગઈ હતી. પ્રિન્સને 48 કલાકની મહેનત પછી જીવતો બહાર કાઢવામાં સફળતા મળી હતી. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....