વોશિંગ્ટન : આંતરડામાં હાજર રહેલા જીવાણુના કારણે લોકોને ટાઇપ ટુ ડાયાબિટીસ અને સ્થુળતાની સમસ્યા થઈ શકે છે. આ જીવાણુના કારણે ડિપ્રેશન તેમજ બેચેની જેવી સમસ્યા થઈ શકે છે. અમેરિકાની હાવર્ડ મેડિકલ સ્કૂલના સંશોધનકર્તાઓના અભ્યાસમાં માહિતી મળી છે કે વધારે ચરબીવાળુ ભોજન કરનાર ઉંદર બીજા પ્રકાનનું ભોજન કરનારની સરખામણીમાં વધારે બેચેની અને ડિપ્રેશન અનુભવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંશોધન પ્રમાણે પ્રોટીનથી ભરપુર ખાદ્યપદાર્થોના સેવનથી આંતરડાની સમસ્યાથી પરેશાન લોકોને રાહત મળી શકે છે. આ ખાદ્યપદાર્થોમાં બદામ, ઇંડા, માંસ, દહીં તેમજ ચોકલેટનો સમાવેશ થાય છે. સંશોધનમાં ખબર પડી છે કે જે ખાદ્યપદાર્થોમાં ટ્રિપ્ટોફેનનું પુરતું પ્રમાણ હોય છે એ એમિનો એસિડ પ્રોટીનનું નિર્માણ કરે છે. આવું ભોજન ઉંદરને આપવામાં આવ્યું ત્યારે માહિતી મળી કે આવો ખોરાક પેટની સમસ્યા દૂર કરે છે. 


આજકાલની જીંદગીમાં બહારનું ખાવાનું અને ફાસ્ટફૂડ લાઇફસ્ટાઇલમાં સામેલ થઇ ગયા છે. જે આપણા શરીરની પાચનશક્તિ પર ખરાબ અસર કરે છે. કહેવામાં આવે છે કે ઓછા પ્રમાણમાં વરિયાળી, આદુ, દહીં અને પપૈયું વગેરે ખાવાથી પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં આવી શકે છે. જો કે ગરમીમાં પેટથી જોડાયેલી સમસ્યાઓ વધતી જાય છે.


હેલ્થના સમાચાર જાણવા કરો ક્લિક...