સવર્ણોને અનામત અંગે તમામ સવાલોના જવાબ: કોને અને કઇ રીતે મળશે લાભ?
મોદી સરકારે આર્થિક આધારે અનામત આપવા માટે સંવિધાનમાં સંશોધન કરવું જરૂરી બનશે
અમદાવાદ : નરેન્દ્ર મોદી સરકારે સોમવારે ગરીબ સવર્ણોને અનામત આપીને ઐતિહાસિક નિર્ણય કર્યો. લોકસભા ચૂંટણી પહેલા સરકાર દ્વારા આર્થિક આધાર પર ગરીબ સવર્ણોને સરકારી નોકરી અને શિક્ષણ ક્ષેત્રે 10 ટકા અનામત આપવામાં આવશે. વિપક્ષે સરકારનાં નિર્ણયને માત્ર એક રાજકીય દાવ ગણાવ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીનાં સમર્થકોએ તેને ઐતિહાસિક પગલું ગણઆવ્યું હતું. જો કે તમારા મનમાં આ નિર્ણય અંગે કોઇ સવાલો હોય તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે....
1. સવર્ણોને અનામત કોના હિસ્સાનું મળ્યું ?
મોદી સરકારે સવર્ણોને જે 10 ટકા અનામત આપવાની વાત કરી છે, તે અનામત અત્યાર સુધી અપાયેલા 50 ટકા અનામતથી અલગ હશે. એટલે કે સંવિધાન અનુસાર માત્ર 50 ટકા જ અનામત આપવામાં આવે ચે જે સમાજનાં પછાત તબક્કાને મળે છે. એટલે કે સરકારે સવર્ણોને અનામત આપવાનો નિર્ણય તે ઉપરાંત લીધો છે. જેના માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે.
2. સંવિધાનમાં પ્રાવધાન નહી હોવા છતા કઇ રીતે મળશે ?
મોદી સરકારનાં આ નિર્ણયને લાગુ કરવા માટે સંવિધાનમાં સંશોધન કરશે. મંગળવારે જ લોકસભામાં સંવિધાન સંશોધન બિલ રજુ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર સંવિધાનની કલમ 15 અને 16માં પરિવર્તન કરશે. બંન્ને અનુચ્છેદમાં પરિવર્તન કરીને આર્થિક આધાર પર અનામત આપવાનો રસ્તો સ્પષ્ટ થશે.
3. શું માત્ર હિન્દુઓને જ મળ્યો છે આ અધિકાર
એવું નથી કે કેન્દ્ર સરકારનાં આ નિર્ણયોનો ફાયદો હિંદુ સવર્ણોને જ મળશે. આ નિર્ણયનો લાભ હિંદુઓ ઉપરાંત મુસ્લિમ, ક્રિશ્ચિન લોકોને પણ મળશે. દાખલા તરીકે મુસ્લિમ સામાન્ય શ્રેણીમાં આવે છે અને તે આર્થિક રીતે નબળો છે તો તેને 10 ટકા અનામતનો ફાયદો મળશે.
4. પટેલ-જાટ- મરાઠા આંદોલનનું હવે શું થશે.
ગત્ત દિવસોમાં પટેલ, જાટ અને મરાઠાઓ અનામત માટે અનેક પ્રકારનાં આંદોલનો કરી ચુક્યા છે. મોદી સરકારનાં નિર્ણયથી તેમને પણ લાભ મળશે કારણ કે તમામ જાતીઓ સવર્ણ છે. એવામાં આ તમામ જાતીઓને આર્થિક રીતે 10 ટકા અનામતનો ફાયદો મળશે.
5. કોને ગરીબ માનવામાં આવશે અને કોને નહી
મોદી સરકારે આ નિર્ણય સાથે જ કેટલીક શરતો પણ લાગુ કરી છે. આ નિર્ણય હેઠળ જેની આવક 8 લાખથી વધારે હોય તેને આનો લાભ મળશે. તે ઉપરાંત જેમની પાસે 5 હેક્ટરથી ઓછી જમીન હશે તેમને આ અનામતનો લાભ મળશે.
જે સવર્ણો પાસે 1000 સ્કવેર ફીટથી ઓછું મકાન હશે, જેમની પાસે નિગમની 109 ગજથી ઓછી જમીન હશે, 209 ગજથી ઓછાની જમીન હશે અને જેઓ કોઇ પણ અનામત અંતર્ગત નહી આવતા હોય તેમને આનો લાભ મળશે.
6. શું કોર્ટમાં સરકારનો આ દાવ ટકી શકશે ?
સંવિધાન અનુસાર અનામત માત્ર સામાજિક અસમાનતાનાં આધારે અપાય છે. આર્થિક આધાર પર મળવું શક્ય નથી. અનેક રાજ્યોએ આર્થિક આધારે અનામત આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ જ્યારે મુદ્દો કોર્ટમાં જાય છે ત્યારે તેને બિનસંવૈધાનિક હોવાનાં કારણે રદ્દ કરી દેવામાં આવે છે. તેવામાં કેન્દ્ર સરકાર સામે સંવિધાનમાં સંશોધન કરવાનો પડકાર હશે.
7. કઇ કઇ નોકરીઓમાં અનામત મળશે
મોદી સરકારનો આ લાભ સરકારી નોકરીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં મળશે. મોદી સરકારનો આ નિર્ણય સમગ્ર દેશમાં લાગુ થશે. એવામાં જે ક્ષેત્રમાં અનામતની વ્યવસ્થાનું પ્રાવધાન છે તેમાં રાજ્ય અને કેન્દ્રની નોકરીઓમાં લાભ મળશે.
8. શું રાજ્ય સરકારો પણ આપી શકે છે અનામત
થોડા સમય પહેલા કેટલીક રાજ્ય સરકારોએ જ્યારે પણ આર્થિક આધારે અનામત આપવાનો પ્રયાસ કર્યો છે કોર્ટે તેને ગેરલાયક ઠેરવ્યા છે. એવામાં જો તે મુદ્દે સંવિધાનમાં સંશોધન કરવામાં આવે તો ફરી રાજ્ય સરકારો માટે 50 ટકા ઉપરાંત અનામત આપવાનો રસ્તો ખુલી જશે.