નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 270 પોસ્ટ પર ભરતી કરવા માટે ઇચ્છુ ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. આ તમામ પોસ્ટ્સ સિક્યુરિટી ગાર્ડની હશે. જો તમે પણ સંબંધિત પદ પર અરજી કરવા માંગો છો તો આરબીઆઇની અધિકારીક વેબસાઇટ (www.rbi.org.in) પર જઇને અરજી કરી શકો છો. આ પોસ્ટ પર નિયુક્તિઓ દેશનાં 18 વિવિધ શહેરોમાં કરવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી વધારે જગ્યા મુંબઇ માટે છે. ઓનલાઇન અરજી 30 નવેમ્બર 2018 સુધી કરવામાં આવી શકે છે. પદ માટે યોગ્યતા, વેતન અને અરજી અંગેની વધારે માહિતી ઓનલાઇન અરજી કરતા સમયે મળી રહેશે. 
કુલ પોસ્ટ  270 (એસસી-30, એસટી-37, ઓબીસી -52 સીટો અનામત)
શહેર અનુસાર ખાલી પડેલી પોસ્ટ
પટના - 13
લખનઉ - 09
કાનપુર- 12
જયપુર - 16
નવી દિલ્હી - 05
ચંડીગઢ - 07
અમદાવાદ - 11
ભોપાલ - 07
મુંબઇ - 80

યોગ્યતા અને ઉંમર વર્ગ
માન્યતા પ્રાપ્ત સ્કુલ શિક્ષણ બોર્ડમાંથી 10 ધોરણ પાસ કરેલ હોવું જોઇએ.અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રેજ્યુએટ અથવા તેનાથી વધારે ક્વોલિફિકેશન ધરાવતા ઉમેદવાર આ પદ પર અરજી કરી શકશે નહી. ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 25 વર્ષથી વધારે ન હોય. 

અનામત વર્ગનાં ઉમેદવારોની મહત્તમ આયુ સીમામાં નિયમાનુસાર છુટછાટ મળવા પાત્ર છે. આયુષ્યની ગણત્રી 1 નવેમ્બર, 2018નાં આધારે કરવામાં આવશે. 
પગાર
10940-380 (4)-12460- 440(3) -13780-520(3)-15340-690 (2)-16720- 860(4) – 20160-1180 (3)- 23700 (20 વર્ષ) અને અન્ય ભથ્થાઓ

પસંદગી પ્રક્રિયા
શૈક્ષણિક યોગ્યતા પુરી કરનારા ઉમેદવારની સૌથી પહેલા ઓનલાઇન પરિક્ષા આયોજીત કરવામાં આવશે. ત્યાર બાદ શોટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોની શારીરિક કસોટી યોજાશે. ફિઝિકલ ટેસ્ટ માત્ર ક્વોલિફાઇ કરવાની રહેશે. તેનાં માર્ક ફાઇનલ મેરિટમાં નહી ગણાય. ફાઇનલ મેરિટ ઓનલાઇન પરિક્ષાનાં આધારે જ તૈયાર થશે.