MP માં રાજકીય હલચલ શરૂ, સિંધિયા સમર્થક 6 ધારાસભ્યોના રાજીનામા મંજૂર, કમલનાથ સરકારમાં હતા મંત્રી
મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના 6 ધારાસભ્યોના રાજીનામા સ્વિકારી લેવામાં આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિએ સિંધિયા સમર્થક ઇમરતી દેવી, તુલસી સિલાવટ, પ્રદ્યુમન સિંહ તોમર, મહેન્દ્ર સિંહ સિસોદિયા, ગોવિંદ સિંહ રાજપૂત અને પ્રભુ રામ ચૌધરીનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે.
ભોપાલ: મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના 6 ધારાસભ્યોના રાજીનામા સ્વિકારી લેવામાં આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિએ સિંધિયા સમર્થક ઇમરતી દેવી, તુલસી સિલાવટ, પ્રદ્યુમન સિંહ તોમર, મહેન્દ્ર સિંહ સિસોદિયા, ગોવિંદ સિંહ રાજપૂત અને પ્રભુ રામ ચૌધરીનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તે જ ધારાસભ્ય છે જેમને શુક્રવારે જ મુખ્યમંત્રી કમલનાથની ભલામણ પર રાજ્યપાલે મંત્રિમંડળ વિસ્તરણ કરી દીધું હતું. સ્પીકર એનપી પ્રજાપતિએ પોતાના નિવેદનમાં કહ્યું કે ''ધારાસભ્યોને નક્કી સમય પર બુલાવ્યા પરંતુ મીડિયા સમક્ષ નિવેદન આપતાં જોવા મળ્યા અને મારા સમક્ષ ઉપસ્થિત ન થયા. તેમનું આચરણ નિયમ વિરૂદ્ધ છે. એટલા માટે છ વિધાસભ્યોના રાજીનામા 10 માર્ચ 2020ની સ્થિતિમાં સ્વિકાર કરવામાં આવે.
બજેટ સત્રને લઇને વ્હીપ જાહેર
બજેટ સત્રને લઇને પાર્ટીએ પોતાના ધારાસભ્યોની હાજરીને લઇને વ્હીપ જાહેર કરી દીધી છે. સંસદીય કાર્ય મંત્રી ડો. ગોવિંદ સિંહે આ વ્હીપ જાહેર કરતાં કહ્યું કે વ્હીપનું ઉલ્લંઘન કરનાર ધારાસભ્યો પર પાર્ટી કાર્યવાહી કરી શકે છે. 16 માર્ચથી વિધાનસભા બજેટ સત્ર શરૂ થવાનું છે. એવામાં ભાજપે રાજ્યપાલના અભિભાષણ પહેલાં ફ્લોર ટેસ્ટની માંગ કરી છે. આજે પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, નરોત્તમ મિશ્રા, રામપાલ સિંહ, ભૂપેન્દ્ર સિંહ, ગોપાલ ભાર્ગવ સહિત ઘણા નેતાઓએ રાજભવનમાં રાજ્યપાલ લાલજી ટંડનથી મુલાકાત કરી અને પત્ર સોંપીને બહુમત ટેસ્ટની માંગ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube