નવી દિલ્હી: મોટા ભાગના લોકોએ શરૂઆતમાં બનાવેલી યોજના યોજનાઓ મુજબ વ્યાયમ અને કસરત કરી શકતા નથી અને તેનું પાલન પણ કરવામાં તકલીફ પડે છે. જેની પાછળ જવાબદાર પ્રેરણાનો આભાવ છે. પણ હવે આમાં પણ બદલાવ આવી શકે છે. જેના માટે લોકોને પ્રરિત કરવાથી લોકોમાં શારીરિક ગતિવિધીઓ એટલે કે, વ્યાયમ, યોગ અને કસરત કરવાની રૂચી વધારી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રતિરોધક પ્રશિક્ષણથી ઉંમર વધવાની સાથે માસપેશિયોઓની તાકાત અને કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. વૃદ્ધ લોકો માટે અઠવાડિયામાં આની બે વાર આગ્રહ કરી શકાય છે. સ્કૈંડિનેવેયન જનરલ ઓખ મેડિસીન એન્ડ સાયન્સ ઇન સ્પોર્ટ્સના એક પ્રકાશિત થયેલી શોધ અનુસાર, આ વ્યાયમ પ્રેરણામાં સુધારો કરે છે. અને વૃદ્ધો વચ્ચે વ્યાયમની યોજના બનાવામાં મહ્તવનું યોગદાન આરપે છે.


શોધમાં વ્યાયમ પ્રેરણા, વ્યાયમ યોજના અને વ્યાયમ સ્વ-પ્રભાવ પર નવ મહિના સુધી નજર રાખીને આપવામાં આવેલી પ્રતિરોધક પ્રશિક્ષણ પ્રભાવોની તપાસ કરવામાં આવી હતી. આ શોધમાં 105 સ્વસ્થ વૃદ્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમની ઉંમર 65-75 વર્ષની વચ્ચે હતી. આ લોકોએ મૂળ રૂપે વ્યાયમ અને નિર્ઘારિત શારીરિક ગતિવિધિઓ અને દિશાનિર્દેશોને પૂરી કરી હતી. જેમણે પહેલા આવી કોઇ પણ પ્રકારની પ્રતિરોધક પ્રશિક્ષણ કર્યું નથી.


ફિનલેન્ડના જૈવસ્કીલા વિશ્લવિદ્યાલયની શોધકર્તા ટિયાયા કેકાલઇને  કહ્યું, કે ‘નવ મહિના સુધી નિયમિત પ્રતિરોધક પ્રશિક્ષણથી સામાન્ય રૂપમાં પ્રશિક્ષણ અને શારીરિક ગતિવિધીઓ પ્રત્યે વાસ્તવિક રૂપમાં મળતી પ્રેરણામાં વધારો થયો છે.


(ઇનપુટ-આઇઅએનએસ)