CAA પર રાજકારણ, કોલકત્તા ફેસ્ટમાં શશિ થરૂરે કહ્યું- સરકાર જ `ટુકડે-ટુકડે` ગેંગ છે
સાહિત્ય સમારોહોમાં પણ નાગરિકતા કાયદા (citizenship Amendment Act) પર રાજનીતિ ચાલું છે. કોલકત્તા ફેસ્ટમાં ગુરૂવારે કોંગ્રેસ નેતા શશિ થરૂર (Shashi Tharoor)એ કહ્યું કે, સરકાર જ ટુકડે-ટુકડે ગેંગ છે.
નવી દિલ્હીઃ સાહિત્ય સમારોહોમાં પણ નાગરિકતા કાયદા (citizenship Amendment Act) પર રાજનીતિ ચાલું છે. કોલકત્તા ફેસ્ટમાં ગુરૂવારે કોંગ્રેસ નેતા શશિ થરૂર (Shashi Tharoor)એ કહ્યું કે, સરકાર જ ટુકડે-ટુકડે ગેંગ છે જે દેશને ટુકડા-ટુકડામાં વેંચી રહી છે. થરૂરે નાગરિકતા કાયદા વિરુદ્ધ કેટલાક રાજ્યોના પ્રસ્તાવને રાજકીય પગલું ગણાવતા કહ્યું કે, નાગરિકતા આપવામાં રાજ્યોની કોઈ ભૂમિકા નથી.
થરૂરે હુમલો કરતા કહ્યું કે, ભાજપની પ્રાથમિકતા વિકાસ નથી, પરંતુ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની છે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્ર સરકાર વિકાસની માનસિકતા સાથે કામ કરી રહી નથી. થરૂરે સવાલના અંદાજમાં કહ્યું, 'શું ધર્મના આધાર પર નાગરિકતા નક્કી થવી જોઈએ?' મહાત્મા ગાંધીએ ભારતને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બનાવ્યું જ્યારે પાકિસ્તાન એક ઇસ્લામિક રાષ્ટ્ર બન્યું હતું. અમારૂ બંધારણ પણ બધાને સમાનતાનો અધિકાર આપે છે. બંધારણ, ધર્મ આધારિત નાગરિકતાના વિચારને નકારે છે. દેશમાં પ્રથમવાર ધર્મને નાગરિકતા માટે આધાર બનાવવામાં આવ્યો અને એક ધર્મના લોકોને તેમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ દાવો કરતા કહ્યું, 'હવે તે સાબિત કરવાની જવાબદારી આપણા પર આવી ગઈ છે કે આપણે ભારતીય છીએ.' આર્થિક મોરચા પર ચર્ચા કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું, ભાજપે અર્થવ્યવસ્થાને તબાહ કરી દીધી છે. મોટા પાયે બેરોજગારી છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે.
દેવિન્દર સિંહ સહિત ત્રણેય આતંકીઓને 15 દિવસની NIA રિમાન્ડ પર મોકલાયા
નંદિતા દાસ પણ આવી સીએએ અને એનઆરસીના વિરોધમાં
સીએએ અને એઆરસીના વિરોધમાં નંદિતા દાસ પણ આવી ગઈ છે. જયપુર લિટરેચર ફેસ્ટિવલ (Jaipur Literature Festival)માં પત્રકારો સાથે વાતચીતમાં તેણે ખુલીને સીએએ અને એઆરસીનો વિરોધ કર્યો હતો. તેણે કહ્યું કે, તેના વિરોધમાં દેશના વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવ્યો છે અને આ મામલા પર રાજનીતિ ન થવી જોઈએ.
નંદિતા દાસે કહ્યું કે, આ એક એવો કાયદો છે, જેના દ્વારા તમારી પાસે ભારતીય હોવાના પૂરાવા માગવામાં આવી રહ્યાં છે. તેણે કહ્યું કે, દિલ્હીની જેમ શાહીન બાગ દરેક જગ્યાએ બની રહ્યાં છે. તેણે કહ્યું, દેશમાં બેરોજગારી એટવી વધી ગઈ છે, જે પહેલા ક્યારેય નહતી. દેશની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube