નવી દિલ્હીઃ WhatsApp તરફથી નવી પ્રાઇવેસીને ઉલ્લંઘન ગણાવવા પર કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે. આઈટી મિનિસ્ટ્રીએ કહ્યું કે, ભારત સરકાર નિજતાના અધિકારનું સન્માન કરે છે અને તેના ઉલ્લંઘનનો કોઈ ઈરાદો નથી. પરંતુ સરકાર પર કાયદો વ્યવસ્થાની સ્થિતિ બનાવી રાખવાની પણ જવાબદારી છે. નવા નિયમો પ્રમાણે વોટ્સએપે માત્ર તે વ્યક્તિ વિશે જણાવવું પડશે, જેણે કોઈ એક ચોક્કસ સંદેશને આગળ વધાર્યો હશે. આઈટી મંત્રાલયે કહ્યું કે, આવું ત્યારે થશે જ્યારે કોઈ સંદેશથી સંભવિત હિંસા અને નફરત રોકવાની જરૂર હોય. કોઈ યૌન અપરાધના મામલા કે ગંભીર કેસમાં આવું કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં વોટ્સએપની પ્રાઇવેસી પર હુમલો કરતા આઈટી મંત્રાલયે કહ્યું કે, એક તરફ વોટ્સએપ પોતાની પ્રાઇવેસી પોલિસીમાં યૂઝર્સને કહી રહ્યું છે કે તેના તરફથી બધો ડેટા પેરેન્ટ કંપની ફેસબુકને શેર કરવામાં આવશે. આ પ્રાઇવેસી પોલિસીને તે યૂઝર્સ માટે ફરજીયાત બનાવવાની વાત કહી રહ્યું છે. તો કાયદો વ્યવસ્થાને બનાવી રાખવા અને ફેક ન્યૂઝ પર લગામ લગાવવા માટે જરૂરી નિયમ રોકવા માટે તે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે. મહત્વનું છે કે વોટ્સએપ તરફથી આઈટી મિનિસ્ટ્રીની નવી ગાઇડલાઇન વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે. વોટ્સએપે કોર્ટમાં કહ્યું કે, કોઈ યૂઝરનો ખુલાસો કરવનો પ્રાઇવેસીના નિયમોનું ઉલ્લંઘન થશે. 


આ પણ વાંચોઃ Android યૂઝર્સ છો તો સાવધાન! ફટાફટ તમારા ફોનમાંથી આ Apps કાઢી નાખો


ફેસબુકની માલિકીવાળા વોટ્સએપે નવા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા નિયમો પર સરકાર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે, જે હેઠળ સંદેશ સેવાઓ માટે તે જાણકારી મેળવવી જરૂરી છે કે કોઈ સંદેશની શરૂઆત કોણે કરી. વોટ્સએપના એક પ્રવક્તાએ પુષ્ટિ કરી કે કંનપીએ હાલમાં લાગૂ કરવામાં આવેલા આઈટી નિયમો વિરુદ્ધ 25 મેએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. વોટ્સએપના એક પ્રવક્તાએ કહ્યું કે, મેસેજિંગ એપ માટે ચેટ પર ધ્યાન રાખવાની જરૂરીયાત, તેને વોટ્સએપ પર મોકલેલા દરેક એક સંદેશની ફિંગરપ્રિન્ટ રાખવાનું કહેવા બરાબર છે. પ્રવક્તાએ કહ્યું કે, તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન તોડી દેશે અને લોકોની નિજતાના અધિકારને નબળો પાડશે. 


નવા ટેક્નોલોજી નિયમ બુધવાર એટલે કે આજથી અમલમાં આવશે અને તેની જાહેરાત 25 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આ નિયમ પ્રમાણે ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા મોટા સોશિયલ મીડિયા મંચોએ વધારાના ઉપાય કરવાની જરૂર પડશે. તેમાં મુખ્ય પાલન અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદ અધિકારીની નિમણૂંક વગેરે સામેલ છે. મુખ્ય સોશિયલ મીડિયા કંપનીઓને નવા નિયમનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં તે પ્લેટફોર્મને રાખવામાં આવે છે, જેમાં રજીસ્ટ્રેડ યૂઝર્સ 50 લાખથી વધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube