નવી દિલ્હીઃ આર્થિક મોરચા પર વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં થયેલા વધારાના કારણે નવેમ્બરમાં મોંઘવારીમાં(Inflation) વધારો થયો છે. છુટક મોંઘવારી(Retail Inflation) દર 4.62%થી વધીને 5.54% થઈ ગઈ છે. આ અગાઉ ઓક્ટોબર મહિનામાં મોંઘવારીનો(Inflation) દર 4.62 ટકા હતો. સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારીનો દર 3.99 ટકા નોંધાયો હતો. એટલે કે, નવેમ્બર મહિનામાં મોંઘવારીનો દર ત્રણ મહિનામાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનાજની કિંમતોમાં વધારો, શાકભાજી-ડૂંગળીના ભાવમાં વધારો તેનું મુખ્ય કારણ છે. છેલ્લા એક મહિનાથી ડુંગળીના ભાવ આભને આંબી ચુક્યા છે. ખાદ્ય પદાર્થોની મોંઘવારી 7.89%થી વધીને 10.01 ટકા થઈ ગઈ છે. 


મહારાષ્ટ્ર સરકારમાં ખાતાઓની ફાળવણી, એકનાથ શિંદેને ગૃહ અને જયંત પાટિલને નાણા મંત્રાલય


રાષ્ટ્રીય આંકડા બ્યૂરો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર નવેમ્બર મહિનામાં મોંઘવારીનો દર 7.89%થી વધીને 10.01% થઈ ગયો છે. નવેમ્બર મહિનામાં ગ્રામીણ મોંઘવારીનો દર 4.26%થી વધીને 5.27% થઈ ગયો છે, જ્યારે શહેરી છૂટક મોંઘવારીનો દર 5.11%થી વધીને 5.76% થઈ ગયો છે. 


જોકે, સરકાર માટે રાહતના એ સમાચાર છે કે, ઔદ્યોગિક ઉત્પાદનના દરમાં સુધારો થયો છે. ઔદ્યોગિક ઉત્પાદન દર -4.3%ની સરખામણીએ ઓક્ટોબર મહિનામાં -3.8% રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં જ નાણાનીતિની સમીક્ષા દરમિયાન જમાવ્યું હતું કે, આગામી ત્રિમાસિક ગાળામાં મોંઘવારી વધી શકે છે. સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને મોંઘવારીનો દર 4%ના દાયરામાં રાખવા જણાવ્યું છે, જેમાં 2%નું માર્જિન પણ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....