Retirement Age: આ સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમરમાં થઈ શકે છે વધારો
Retirement Age Update: કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે સરકારી કર્મચારીઓના પગાર અને નિવૃત્તિ વયમાં વિવિધ સુધારા કરવામાં આવ્યા છે. હવે ફરી એકવાર સરકાર જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ અને એમડીની નિવૃત્તિ વય વધારવાની યોજના બનાવી રહી છે, પરંતુ નીચલા સ્તરના કર્મચારીઓને તેનો લાભ નહીં મળે.
Retirement age increase: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર. વધી શકે છે તમારી નિવૃત્તિની વય મર્યાદા. નિયમ ઉંમર કરતા વધુ એકથી બે વર્ષનો વધી શકે છે કર્મચારી તરીકેનો કાર્યકાળ. હાલ આ સમાચારો અંગે સૌ કોઈ જાણકારી મેળવવા માંગે છે. કારણકે, આનાથી નિવૃત્તિના લાભોમાં પણ વધારો થશે. ઉલ્લેખનીય છેકે, સરકાર દ્વારા નિવૃત્તિની ઉંમર વધારવાની યોજના બનાવવામાં આવી રહી છે. સમાચાર આવી રહ્યા છે કે PSBs અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના વડાઓની નિવૃત્તિની ઉંમર અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે સરકારી કર્મચારીઓના પગાર અને નિવૃત્તિ વયમાં વિવિધ સુધારા કરવામાં આવ્યા છે. હવે ફરી એકવાર સરકાર જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ અને એમડીની નિવૃત્તિ વય વધારવાની યોજના બનાવી રહી છે, પરંતુ નીચલા સ્તરના કર્મચારીઓને તેનો લાભ નહીં મળે.
LIC સહિત આ વડાઓની નિવૃત્તિ વય વધી શકે છે-
પીટીઆઈ પાસેથી મળેલી માહિતી મુજબ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ ખારાને એક્સ્ટેંશન મળવાની સંભાવના છે, જેનો અર્થ છે કે સરકાર તેમની નિવૃત્તિની ઉંમર વધારી શકે છે. સરકાર જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) અને LICના વડાઓની નિવૃત્તિ વય વધારવા પર વિચાર કરી રહી છે.
MDની નિવૃત્તિ વય 62 હોઈ શકે છે-
આ અંગે માહિતી આપતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે સરકાર સમક્ષના પ્રસ્તાવમાં PSB મેનેજિંગ ડિરેક્ટર્સ (MD) ની નિવૃત્તિ વય વર્તમાન 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરવાનો પણ સમાવેશ થાય છે.
2020 માં આ પદ સંભાળ્યું-
તમને જણાવી દઈએ કે વરિષ્ઠ બેન્કર ખારાએ ઓક્ટોબર 2020માં ત્રણ વર્ષ માટે એસબીઆઈના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. હાલના નિયમો અનુસાર SBIના ચેરમેન 63 વર્ષની ઉંમર સુધી આ પદ પર રહી શકે છે. ખારા આવતા વર્ષે ઓગસ્ટમાં 63 વર્ષના થશે.
હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી-
અધિકારીએ કહ્યું છે કે PSBs અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના વડાઓની નિવૃત્તિ વય વધારવા માટે ચર્ચા ચાલી રહી છે. આ સાથે PSB MDની નિવૃત્તિ વય 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરવાની પણ ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું કે પીએસબી અને એલઆઈસીના વડાઓની નિવૃત્તિ વય અંગેનો અંતિમ નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. LIC ચેરમેનની વર્તમાન નિવૃત્તિ વય 62 વર્ષ છે.