`રેવડી કલ્ચર` પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, મફત સુવિધાઓ મુદ્દે આપ્યો આ મહત્વનો આદેશ
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન વી રમનાએ કહ્યું કે ચૂંટણી પંચ અને સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. દલીલોમાં કહેવાયું છે કે લોકતંત્રમાં અસલ તાકાત મતદારો પાસે છે. મફત સુવિધાઓની જાહેરાતો એવી સ્થિતિ પેદા કરી શકે છે જેથી રાજ્યની આર્થિક સ્થિતિ કથળી જાય. કોર્ટની સામે સવાલ એ છે કે તેઓ આ પ્રકારના મામલાઓમાં કઈ હદ સુધી હસ્તક્ષેપ કરી શકે.
રેવડી કલ્ચર પર સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ આપ્યો છે અને આ મામલાને 3 જજોની બેન્ચ પાસે મોકલી દીધો છે. અત્રે જણાવવાનું કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર બંનેએ પોતાનો પક્ષ રજૂ કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજીકર્તાએ રાજ્યની આર્થિક સ્થિતિનું આકલન કર્યા વગર કરવામાં આવેલી મફત જાહેરાતોનો મુદ્દો ઉઠાવ્યો છે. અરજીમાં કહેવાયું છે કે તેનાથી ચૂંટણી પ્રક્રિયા ખોરવાય છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન વી રમનાએ કહ્યું કે ચૂંટણી પંચ અને સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. દલીલોમાં કહેવાયું છે કે લોકતંત્રમાં અસલ તાકાત મતદારો પાસે છે. મફત સુવિધાઓની જાહેરાતો એવી સ્થિતિ પેદા કરી શકે છે જેથી રાજ્યની આર્થિક સ્થિતિ કથળી જાય. કોર્ટની સામે સવાલ એ છે કે તેઓ આ પ્રકારના મામલાઓમાં કઈ હદ સુધી હસ્તક્ષેપ કરી શકે. કોર્ટે વિચાર માટે મામલો ત્રણ જજોની બેન્ચને મોકલ્યો છે.
પાંચ દિવસના બાળકનું અચાનક પેટ ફૂલવા લાગ્યું, કારણ જે બહાર આવ્યું....ડોક્ટરના હોશ ઉડી ગયા
સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવાયું છે કે મામલાની જટિલતા જોતા એ જ સારુ રહેશે કે ત્રણ જજોની બેન્ચ વર્ષ 2013માં અપાયેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાની સમીક્ષા કરે. 2013ના તે ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આવી જાહેરાતોને કરપ્ટ પ્રેક્ટિસ સ્વીકારી નહતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube