નવી દિલ્હીઃ દેશના ઓટો ક્ષેત્રની મુશ્કેલીઓમાં જરા પણ ઘટાડો થવાનું નામ નથી. દેશમાં સતત 10મા મહિના ઓગસ્ટમાં મુસાફર વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. વાહન નિર્માતા સંગઠન સિયામના આંકડા અનુસાર ઓગસ્ટ મહિનામાં પેસેન્જર વ્હિકલના વેચાણમાં ગયા વર્ષના આ જ મહિનાની સરખામણીએ 31.57 ટકાનો ઘટાડો થયો છે અને માત્ર 1,96,524 વાહન વેચાયા છે. વર્ષ 2018ના ઓગસ્ટ મહિનામાં 2,87,198 વાહનોનું વેચાણ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ઓટોમોબાઈલ નિર્માતા સોસાયટી (સીયામ) દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઓગસ્ટ, 2019માં ઘરેલી બજારમાં કારોનું વેચાણ ઘટીને 1,15,524 રહી ગયું છે, જ્યારે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં 1,96,847 કાર વેચાઈ હતી. 


SBIએ આપી ગ્રાહકોને ભેટ, આ વર્ષે 5મી વખત વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત


વાહનોનું કુલ વેચાણ જોઈએ તો વર્ષ 2019માં તેમાં 23.55 ટકાનો ઘટાડો નોંધાયો છે અને ઓગસ્ટ મહિનામાં 18,21,490 નવા વાહન વેચાયા છે. જેની સામે વર્ષ 2018ના ઓગસ્ટ મહિનામાં કુલ 23,82,436 વાહન વેચાયા હતા. 


ગયા અઠવાડિયે પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ઓટો કંપનીઓને આશ્વાસન આપ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ કરવાનો કોઈ વિચાર નતી. ઓટો ક્ષેત્રમાં જે મંદી છે તે વૈશ્વિક કારણોના લીધે છે. તેમણે કહ્યું હતું કે, નાણા મંત્રી આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવશે. 


ઉલ્લેખનીય છે કે, દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ગયા અઠવાડિયે તેના ગુરૂગ્રામ અને માનેસર પ્લાન્ટને બે દિવસ માટે બંધ રાખ્યા હતા. આ અગાઉ મહિન્દ્રા અને સુઝુકીએ પણ 'નો પ્રોડક્શન ડે'ની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ દેશની સૌથી મોટી કોમર્શિયલ વાહન નિર્માતા કંપની અશોક લેલેન્ડે પણ 15 દિવસ માટે ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે. 


જુઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....