નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ 9 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે COVID-19 અને રસીકરણ પ્રગતિ માટે જાહેર સ્વાસ્થ્ય તૈયારીની સમીક્ષા કરી છે. આ દરમિયાન તેમણે ઈ-સંજીવની જેવા ટેલી-કન્સલ્ટેશન માધ્યમો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહ્યું છે. સાથે તેમણે આઈસોલેશનમાં રહેનાર લોકોના સર્વેલાન્સનો પણ આગ્રહ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેલી-કન્સલ્ટેશન હબ સ્થાપિત કરવા પર ભાર
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે બેઠકમાં સામેલ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી, લદ્દાખ, ઉત્તર પ્રદેશ અને ચંદીગઢ સામેલ હતા. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ગોવા અને દાદરા-નગર હવેલી અને દમણ દિવના સ્વાસ્થ્ય મંત્રીઓ અને મુખ્ય સચિવો સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યોને સ્વાસ્થ્યના માળખાને મજબૂત કરવાની સમીક્ષા કરવા, દરેક જિલ્લામાં ટેલી કન્સલ્ટેશન હબ સ્થાપિત કરવા અને ઉપલબ્ધ સેવાઓ વિશે જાગરૂકતા વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી હતી. 


ગણતંત્ર દિવસ પહેલા વીરતા પુરસ્કારોની જાહેરાત, નીરજ ચોપડાને મળશે પરમ વિશિષ્ટ સેવા મેડલ


આટલા ટેસ્ટ થયા
કોરોના વાયરસના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 16 લાખ 49 હજાર 108 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 71 કરોડ 88 લાખ કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોના વિરુદ્ધ રસીકરણ પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 162 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube