રેવાડી ગેંગરેપ અંગે મહાપંચાયતનું ફરમાન, આરોપીઓની મદદ નહી કરે કોઇ વકીલ
25 ગામોની મહાપંચાયતનો ચુકાદો કોઇ પણ વકીલ કે સ્થાનિક વ્યક્તિ આરોપીઓની મદદ નહી કરે
નવી દિલ્હી : હરિયાણાના રેવાડીમાં શાળાની વિદ્યાર્થીની સાથે ગેંગરેપ મુદ્દે હરિયાણા સીટે મુખ્ય આરોપી સહિત ત્રણેય લોકોની ધરપકડ કરી લીધી છે. બંન્ને અન્ય મુખ્ય આરોપી હજી પણ ફરાર છે. બીજી તરફ આ મુદ્દે કોસલીમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. 25 ગામની આ મહાપંચાયતમાં હરિયાણાનાં રાજ્યપાલ પાસે દોષીતોને કડકમાં કડક સજા આપવા માટેની માંગ કરવામાં આવી. સાથે જ પંચાયતે ચુકાદો આપ્યો કે કોઇ પણ વકીલ આરોપીઓની મદદ નહી કરે.
પંચાયતમાં રાજ્યનો કાયદો અને વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી અને યુવતીઓની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવા માટેની માંગ કરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાપ પંચાયતનું હરિયાણામાં ઘણુ મહત્વ છે. આ પંચાયતોનું સરકારમાં પણ ઘણુ સારૂ પ્રભુત્વ હોય છે. યુવતીઓ પર વધી રહેલા દુષ્કર્મના કિસ્સાઓને ધ્યાને રાખીને ખાપ પંચાયત દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી. સાથે જ આવા કિસ્સાઓને નિવારવા માટે પંચાયતના વરિષ્ઠ સભ્યો દ્વારા ગહન ચર્ચા કરવામાં આવી હતી.
ત્રણની ધરપકડ
અગાઉ રવિવારે આ મુદ્દે તપાસ માટે રચાયેલી સીટે આ મુદ્દે ત્રણ લોકોની ધપકડ કરી લીધી હતી. તેમાંથી એક મુક્ય આરોપી નિશૂનો પણ સમાવેશ થાય છે. બે અન્ય મુખ્ય આરોપી હજી પણ પોલીસની પકડથી બહાર છે.