નવી દિલ્હી : હરિયાણા રેવાડીમાં રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત વિદ્યાર્થીની સાથે ગેંગરેપ મુદ્દે પોલીસે ત્રણ મુખ્ય આરોપીઓમાંથી એક નીશૂની ધરપકડ કરી લેવામાં આવી. સીટના ચીફ નાઝનીન ભસીને પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે, આ મુદ્દે સીટે 30 કલાકની અંદર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્યાર બાદ હવે ત્રણમાંથી એક મુખ્ય આરોપીની ધરપકડ  કરી લેવાઇ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 આ મુદ્દે પોલીસ બે આરોપીઓને દીનદયાલ અને ડોક્ટર સંજીવની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બે મુખ્ય આરોપી હાલ પણ ફરાર છે. એસપી નાજનીન ભસીને જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલા આરોપી દીનદયાલ તે ટ્યૂબવેલના માલિક છે જ્યાં આ ઘટના ઘટી હતી. જ્યારે ડોક્ટર સંજીવ પીડિતાને પ્રાથમિક સારવાર માટે પહોંચ્યા હતા. આ બંન્નેએ પુછપરછમાં ઘણી માહિતી મળી હતી. 

આ મુદ્દે કાર્યવાહી કરતા ખટ્ટર સરકારે રેવાડીનાં એસપીનું ટ્રાન્સફર કરી દીધું હતું. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાની સુરક્ષામાં રહેલા રાહુલ શર્માને રેવાડી એસપીની જવાબદારી સોંપી છે. સાથે જ તેમણે આ અંગે ડીજીપી બીએસ સંધુ ચંડીગઢમાં પણ મુલાકાત કરી. સીએમ પોતાનાં પઠાણકોટ અને જાલંધર કાર્યક્રમ રદ્દ કરીને ચંડીગઢ પરત ફર્યા અને તેમણે આરોપીઓની તુરંત જ ધરપકડ કરવા માટેનાં આદેશ આપ્યા.

માંએ વળતર લેવાનો ઇન્કાર કર્યો
બીજી તરફ ગેંગરેપ પીડિતાની માંએ વળતરનો ચેક લેવાનો ઇન્કાર કરી દીધો છે. રાજ્યના વહીવટી અધિકારીઓએ પરિવાર પાસે 2 લાખ રૂપિયાનો ચેક લઇને આવ્યા હતા. જેને લેવા માટે તેમણે મનાઇ કરી દીધી.પરિવારજનોએ પોલીસની કાર્યશૈલી પર સવાલ પેદા કરતા ફરિયાદ નોંધાવવામાં પણ મોડુ કર્યાનો આરોપ લગાવ્યો છે.