ઝી મીડિયા/બ્યૂરો :કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) ની વિશેષ ટીમ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મામલામાં તમામ સંભવિત દ્રષ્ટિકોણની તપાસ કરી રહી છે. આ વચ્ચે દિવંગત અભિનેતાના પરિવારનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પર આરોપ લગાવતા દાવો કર્યો કે, રિયાએ સુશાંતના પરિવારને ક્યારેય સાથ આપ્યો નથી. તે હંમેશા ડબલ ગેમ રમતી હતી. વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું કે, રિયાએ તેના પરિવારને ક્યારેય સપોર્ટ નથી કર્યો. એટલુ જ નહિ, સુશાંતના મોત બાદ પણ તેણે પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી ન હતી. સીબીઆઈ તપાસ માટે જ્યારે અપીલ કરાઈ, તો રિયાએ તેનો વિરોધ કર્યો હતો. તેણે ભલે સીબીઆઈ તપાસના સમર્થનમાં વીડિયો પોસ્ટ કર્યો હોય, પરંતુ તેની કાયદાકીય ટીમને તેનો કડક વિરોધ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે વધુમાં કહ્યું કે, જો હકીકતમાં તે સુશાંતના પરિવારને સપોર્ટ કરવા માંગે છે, તો તે સુપ્રિમ કોર્ટમાંથી પોતાની અરજી પરત લઈ શકે છે. રિયા સમગ્ર મામલામાં ડબલ ગેમ રમી રહી છે. જો તે પરિવારને સમર્થન કરવા માંગે છે તો તેણે સુપ્રિમ કોર્ટમાં અરજી કેમ દાખલ કરી. સુશાંત સિંહના મિત્ર હોવાનો દાવો કરનાર સંદીપ સિંહ વિશે પ્રતિક્રીયા આપતા વરિષ્ઠ વકીલે કહ્યું કે, સુશાંતના પરિવારમાં એવું કોઈ નથી જે એના વિશે ન જાણતુ હોય. સંદીપ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આવેલી એક બાયોપિકના નિર્માતા છે. સંદીપ સિંહે સુશાંતના મિત્ર હોવાનો દાવો કર્યો હતો ને કહ્યું હતું કે, તેમના મોતના સમાચાર સાંભળ્યા બાદ તેઓ તેના ઘર પર પહોંચનારા પહેલા વ્યક્તિ હતા. 


સુશાંતના પરિવારના વકીલે કહ્યું કે, સંદીપ અચાનક કેવી રીતે સામે આવી શકે છે. પરિવારનો કોઈ પણ વ્યક્તિ સંદીપને જાણતો ન હતો. તેઓ લાંબા સમય સુધી તેમના સંપર્કમાં ન હતા, તો અચાનક કેવી રીતે ત્યાં પહોંચી ગયા. સિંહે આગળ કહ્યું કે, સુશાંતના ઘરના બે લોકર તૂટેલા હતા. અમે નથી જાણતા કે તેને કોણે તોડ્યા. શું તે રિયા હતી, કે પછી તેમના ઘરનો કોઈ કર્મચારી કે કોઈ બીજો હતો. આ તપાસનો વિષય છે. આ ત્યારે સામે આવશે જ્યારે સીબીઆઈ મામલામાં આગળ વધશે. સુશાંતના મામલાની તપાસ કરી રહેલ સીબીઆઈ ટીમે સોમવારે એકવાર ફરીથી અભિનેતાની સાથે રહેનારા સિદ્ઘાર્થ પિઠાણી અને તેના કર્મચારી નીરજ સિંહની પૂછપરછ કરી. આ સાથે જ એજન્સીએ ફરી એકવાર વોટર સ્ટોન રિસોર્ટની તપાસ કરી, જ્યાં બોલિવુડ સ્ટાર બે મહિના સુધી રોકાયો હતો. 


સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, પિઠાણી અને સિંહ મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં એક દિવસ પહેલા પૂછપરછમાં સામેલ થયા હતા. સીબીઆઈના સૂત્રોએ કહ્યું કે, રવિવારે એજન્સીએ રિયા ચક્રવર્તીની સાથે બ્રેકઅપ બાદ સુશાંતના વ્યવહાર વિશે અભિનેતાના અંગત કર્મચારી દીપેશ સાવંત, પિઠાણી અને સિંહની પૂછપરછ કરી હતી. 


'Mirzapur 2'ની જાહેર કરાઇ રિલીઝ ડેટ, એક ક્લિકમાં જાણો ક્યારે જોઇ શકશો તમે


શું મોત બાદ સુશાંતને ફાંસી પર લટકાવવામાં આવ્યો? CBIની સામે નવો સવાલ


સુશાંતના એકાઉન્ટન્ટ રજતની CBIએ કરી પૂછપરછ, રિયાની એન્ટ્રી બાદ ગઈ હતી નોકરી