અંબાણીના પુત્ર એ નહીં ભારતના આ ઉદ્યોગપતિની દિકરીએ કર્યા હતા દુનિયાના સૌથી મોંઘા લગ્ન!
Most Expensive Wedding: આજથી 20 વર્ષ પહેલાં આટલું બધું લાઈવ મીડિયા કવરેજ નહોતું. તે સમયે થયા હતા દુનિયાના સૌથી મોંઘા લગ્ન.
-
-
-
Most Expensive Wedding: હાલમાં જ ભારત સહિત એશિયાના ધનકુબેર કહેવાતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના કર્તાહર્તા મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનો લગ્ન સમારોહ યોજાયો હતો. અલગ અલગ વેન્યુ પર અલગ અલગ દિવસે યોજાયેલાં આ લગ્ન સમારોહમાં હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે સવાલ એ થાય છેકે, શું અંબાણીના દિકરાના લગ્ન હતા દુનિયાના સૌથી મોંઘા લગ્ન?
જોકે, હાલ સોશિયલ મીડિયા સક્રિય છે, સમાચારોની આપલે તુરંત થઈ શકે છે તેથી લાઈવ મીડિયા કવરેજ અને સોશિયલ મીડિયાને કારણે અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન આપણને સૌથી મોંઘા લાગે છે. જોકે, આજથી 20 વર્ષ પહેલાં આટલું બધું લાઈવ મીડિયા કવરેજ નહોતું. તે સમયે થયા હતા દુનિયાના સૌથી મોંઘા લગ્ન. સોશિયલ મીડિયા તો હતું જ નહીં. તેથી આનાથી મોંઘા લગ્ન વિશે પણ ઘણાં લોકો પાસે જાણકારી નથી.
જીહાં આજથી 20 વર્ષ પહેલાં ભારતના જ એક જાણીતા ઉદ્યોગપતિએ પોતાની દિકરીના લગ્નમાં કરી દીધો હતો રૂપિયાનો વરસાદ! ગિનિસ બુકમાં પણ લખેલું છે આ લગ્નનું નામ. અમે વાત કરી રહ્યાં છીએ ભારતના સ્ટીલ કિંગ ગણાતા લક્ષ્મી મિત્તલની. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, સ્ટીલ કિંગ લક્ષ્મી નિવાસ મિત્તલની પુત્રી વનિષા મિત્તલના લગ્ન 2004માં અમિત ભાટિયા સાથે થયા હતા. જેને દુનિયાના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવે છે.
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. આ લગ્ન ભારતના સૌથી મોંઘા લગ્નોમાંથી એક માનવામાં આવે છે. જો કે, આ ખર્ચની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, અત્યાર સુધી માત્ર અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, ચાલો જાણીએ કે દુનિયાના સૌથી મોંઘા લગ્ન ક્યા છે.
હકીકતમાં, વિશ્વના સૌથી ધનિક લગ્નનું બિરુદ હાંસલ કરવું થોડું મુશ્કેલ છે, કારણ કે ખર્ચ વિશેની ચોક્કસ માહિતી હંમેશા જાહેરમાં ઉપલબ્ધ હોતી નથી. પરંતુ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, સ્ટીલ કિંગ લક્ષ્મી નિવાસ મિત્તલની પુત્રી વનિષા મિત્તલના લગ્ન 2004માં અમિત ભાટિયા સાથે થયા હતા, જે વિશ્વના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવે છે.
લગ્ન ફ્રાન્સમાં થયા હતા અને અંદાજિત ખર્ચ $55 મિલિયન (આજે લગભગ ₹450 કરોડ) હતો. સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલની પુત્રી વનિષા મિત્તલના લગ્ન ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અમિત ભાટિયા સાથે થયા હતા.
આ લગ્ન ફ્રાન્સમાં થયા હતા અને અનુમાન લગાવવામાં આવે છે કે તે વિશ્વના સૌથી મોંઘા લગ્ન હતા. લક્ષ્મી મિત્તલની દીકરીના લગ્નનો પ્રસંગ વર્સેલ્સમાં છ દિવસ ચાલ્યો.
વનિષા મિત્તલના લગ્નની ખાસ વાત એ હતી કે સગાઈનો સમારોહ પેલેસ ઓફ વર્સેલ્સમાં યોજાયો હતો અને આ પેલેસમાં આ એકમાત્ર ખાનગી કાર્યક્રમ હતો. તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટીલ દિગ્ગજ લક્ષ્મી નિવાસ મિત્તલ વિશ્વના સૌથી અમીર લોકોમાંથી એક છે. તેમને બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી. લગ્ન તેમની પુત્રી વનિષા મિત્તલના હતા.