નવી દિલ્હી : ઋચા ચડ્ઢા પોતાની ફિલ્મોની સાથે જ સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાનાં પ્રોફેશનલ વર્કની સાથે જ પોલિટિકલ અને પર્યાવરણ અંગેની પોસ્ટ્સ પણ શેર કરતી રહે છે. તેણે હાલમાં જ એક વીડિયો રિટ્વિટ કર્યો છે જેમાં એક વ્હેલ માછલી આશ્ચર્યજનક રીતે એક આઇફોન મહિલાને પરત આપે છે. ટ્વીટર પ્રોફાઇલ સાય્સ ગર્લે આ વીડિયો શેર કર્યો છે. તેણે આ વીડિયોનાં કેપ્શમાં લખ્યું કે, તે મુમેન્ટ જ્યારે એક બેલુગા વ્હેલે એક મહિલાએ સમુદ્રમાં પડી ગયેલો આઇફોન મહિલાને પરત આપ્યો. આ ઘટના નોર્વેનાં હેમરફેસ્ટ હાર્બરની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંદુ સમુદાયનો અર્થ BJP નહી, રાજકીય લડાઇમાં હિંદુઓને ન ખેંચવામાં આવે: ભૈયાજી જોશી
અત્રે ઉલ્લેખનીય છે કે, બે વિદ્યાર્થીઓ આ ફ્રેંડલી વ્હેલને જોવા પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમાંથી એક વિદ્યાર્થીનીનો આઇફોન સમુદ્રમાં પડી ગયો હતો. ત્યાં રહેલી વ્હેલે સમય ગુમાવ્યા વગર આઇફોન પોતાનાં ચહેરા પર ઝીલી લીધો અને તે યુવતીને આશ્ચર્યજનક રીતે પરત આપી દીધો. અત્રે ઉલ્લેખનીય છે કે, બેલુગા વ્હેલ અંગે અફવા છે કે તે રશિયાનાં નેવલ ટ્રેનિંગમાંથી છુટીને આવી છે. આ વ્હેલને રશિયાની જાસુસી માછલી પણ કહેવામાં આવે છે. એક અંદાજ અનુસાર આ ટ્રેનિંગમાં આ વ્હેલ્સને કેમેરા, હથિયાર અને એવા જ સ્પેશ્યલ ઓપરેશન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે. કદાજ આ જ કારણ છે કે વ્હેલ તે યુવતીનો ફોન સફળતાપુર્વક મોબાઇલ પકડી પણ શકી અને પરત પણ આપી દીધો. જો કે આ મુદ્દે કોઇ અધિકારીક કન્ફર્મેશન નથી.


અમદાવાદમાં અહીં ચાલી રહ્યું છે વિન્ટેજ કારનું પ્રદર્શન, ફરી ક્યારે નહી આવી તક !
પ્રોફેશ્નલી વ્સ્ત છે ઋચા
વર્કફ્રંટની વાત કરીએ તો ઋચા ચડ્ઢા થોડા સમય પહેલા જ ફિલ્મ પંગામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં કંગના રનોત લીડ ભુમિકામાં હતી. આ ફિલ્મની અશ્વિની અય્યર તિવારીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ખાસ કલેક્શન કર્યું નહોતું. આ ફિલ્મ ઉપરાંત ઋચા એમેઝોન પ્રાઇમનાં શો ઇનસાઇડ એજની ત્રીજી સિઝનમાં જોવા મળશે. આ ઉપરાંત તેઓ સાઉથ ઇન્ડિયન અભિનેત્રી શકીલાની બાયોપીકમાં પણ જોવા મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube