નવી દિલ્હીઃ Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. દેશમાં ઘણા ધનીક ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. પરંતુ આ ઉમેદવાર 2024ની લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી સામે આવેલા ઉમેદવારોમાં સૌથી ધનીક છે. આંધ્ર પ્રદેશની ગુંટૂર લોકસભા સીટથી તેલુગુ દેશમ પાર્ટી તરફથી પેમ્પાસાની ચંદ્રશેખરે ફોર્મ ફર્યું છે. ચૂંટણી એફિડેવિડમાં પોતાની સંપત્તિ 5,785.28 કરોડ રૂપિયા જાહેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રશેખર ડોક્ટર છે અને અલગ-અલગ બિઝનેસમાં સફળતા પ્રાપ્ત કરી છે. વર્ષ 2022-2023માં તેમની આવક 3 લાખ 68 હજાર 840 રૂપિયા હતા, તો તેમની પત્ની કોનેરૂ શ્રીરત્નાએ આ દરમિયાન 1 લાખ 17 હજાર 680 રૂપિયાની કમાણી કરી. તો ચલ સંપત્તિના મામલામાં ચંદ્રશેખરની પાસે 2316 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમાં ફિક્સ્ડ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટ સહિત બીજા રોકાણ સામેલ છે.


કપલની પાસે અચલ સંપત્તિ
કોનેરૂ શ્રીરત્ન 2289 કરોડ રૂપિયાની ચલ સંપત્તિની માલકિન છે. આ સિવાય અચલ સંપત્તિની વાત કરીએ તો ચંદ્રશેખરની પાસે 72 કરોડ 24 હજાર 245 રૂપિયા છે અને શ્રીપત્નાની પ્રોપર્ટી 34 કરોડ 82 લાખ 22 હજાર 507 રૂપિયા છે. પરંતુ બંને માથે દેવું પણ છે, જેમાં ચંદ્રશેખર પર 519 કરોડ રૂપિયા અને તેની પત્ની પર આટલી લોન છે. 


આ પણ વાંચોઃ પૂર્વાંચલે આપ્યા છે સૌથી વધુ પ્રધાનમંત્રી, જુઓ કોણ બન્યા બલિયાથી બાગપત સુધી PM


2005માં એમડી
આ સાથે આ દંપત્તિ પાસે દુનિયાભરની આશરે 101 કંપનીઓમાં સંયુક્ત શેર છે. ચંદ્રશેખરે પોતાનો અભ્યાસ અમેરિકાના ડેનિવિલ, પેનસિલ્વેનિયામાં ગેઇજિંગરથી કર્યો છે, જ્યાં તેણે 2005માં મેડિકલ સેન્ટરથી ઈન્ટરનલ મેડિસિનમાં એમડીની ડિગ્રી હાસિલ કરી છે.


13 મેએ મતદાન
ડો. એનટીઆર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ, આંધ્ર પ્રદેશથી 1999માં એમબીબીએસ પણ કર્યું છે. ચંદ્રશેખર વિરુદ્ધ કોઈપણ ક્રિમિનલ કેસ પેન્ડિંગ નથી. આંધ્ર પ્રદેશમાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી પણ થવાની છે, ત્યાં 13 મેએ મતદાન થશે. ટીડીપીના પી ચંદ્રશેખરનો મુકાબલો વાઈએસઆરસીપીના કે. વેંકટ રોસૈયાથી થશે. 2019ની લોકસભા ચૂંટણીમાં ટીડીપીના ગલ્લા જયદેવે 5 લાખ 87 હજાર 918 મતની સાથે જીત હાસિલ કરી હતી. વાઈએસઆરસીપીના મોડુગુલા વેણુગોપાલા રેડ્ડીને 5 લાખ 83 હજાર 713 મત મળ્યા હતા.