નવી દિલ્હીઃ India’s richest state: ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. જ્યાં કેટલાક રાજ્યો ધનવાન તો કોઈ ગરીબ છે. તમને વિવિધ રાજ્યો પોતાના સમૃદ્ધ અને ગૌરવશાળી ઈતિહાસની સાથે મળી જશે. તો કોઈ રાજ્યો એવા પણ છે જે તેની ગરીબી માટે જાણીતા છે. દેશના આર્થિક વિકાસમાં આ રાજ્યોની મહત્વપૂર્ણ ભાગીદારી છે, જેઓ કૃષિ અને ઉદ્યોગને સાથે લઈને વિકાસની ધરી પર પોતાની ગતિ પકડી રહ્યા છે. જો કે, શું તમે ભારતના સૌથી અમીર રાજ્ય વિશે જાણો છો. નહીં.... તો ચાલો તમને જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં કોઈપણ રાજ્યને અમીરના સ્કેલ પર માપવા માટે અલગ-અલગ માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે GSDP,પ્રતિ વ્યક્તિ આવક, હ્યુમન ડેવલોપમેન્ટ ઈન્ડેક્સ, ગરીબી સ્તર, રોજગાર અને બેરોજગારી સ્તર વગેરે.... GSDPનો અર્થ Gross State Domestic Product થાય છે. આ હેઠળ રાજ્યમાં એક ચોક્કસ સમયની અંદર અપાતી સેવાઓ તથા ઉત્પાદકોની ગણતરી કરવામાં આવે છે, જે દરેક રાજ્યના આર્થિક રૂપથી આગળ વધવા માટે જવાબદાર છે. 


મહારાષ્ટ્ર છે ભારતનું સૌથી અમીર રાજ્ય
ભારતના સૌથી અમીર રાજ્યોની યાદીમાં મહારાષ્ટ્ર ટોપ પર છે. 400 બિલિયન અમેરિકી ડોલર GSDP ની સાથે મહારાષ્ટ્ર દેશનું સૌથી ધનીક રાજ્ય છે. રાજ્યની રાજધાની મુંબઈને દેશની આર્થિક રાજધાની પણ કહેવામાં આવે છે. આ દેશની ત્રીજી સૌથી વધુ શહેરી વસ્તીવાળું રાજ્ય છે, જ્યાં 45 ટકા વસ્તી શહેરોમાં રહે છે. ફિલ્મી સિતારોઓથી લઈને દેશના મોટા ભાગના ધનવાન લોકો અહીં રહે છે. 


આ પણ વાંચોઃ કર્મચારીઓ માટે સારા સમાચાર, DAમાં થશે 4 ટકાનો વધારો, એરિયરની પણ થશે ચુકવણી


કપાસ, સોયાબીન અને શેરડીનો સૌથી મોટું ઉત્પાદક
દેશના સૌથી મોટા મેટ્રો શહેરોમાં સામેલ મુંબઈ નાણા અને વ્યાપારિક સેવાઓ માટે જાણીતું છે. અહીં સ્થાપિત ફિલ્મ ઉદ્યોગથી લઈને અન્ય ઉદ્યોગ ભારનતા આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. આ સાથે રાજ્ય કૃષિ ઉદ્યોગ માટે પણ જાણીતું છે. આ રાજ્ય કપાસ, સોયાબીન અને શેરડીનું સૌથી ઉત્પાદન કરતું રાજ્ય છે. 


આ છે ગરીબીમાં સૌથી આગળ
તો આપણે ગરીબ રાજ્યોની વાત કરીએ તો છત્તીસગઢ દેશનું સૌથી ગરીબ રાજ્ય છે. અહીં ગરીબી દર 37 ટકા છે. આ રાજ્યના મોટા ભાગના લોકો ગરીબ છે. બીજા નંબર પર ઝારખંડ છે, અહીં ગરીબી દર 36.96 ટકા છે. ત્યારબાદ મણિપુર, અરૂણાચલ પ્રદેશ અને બિહાર છે. આમ તો બિહારે છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ પ્રગતિ કરે છે પરંતુ આ રાજ્ય ગરીબીની ગણતરીમાં પાંચમાં સ્થાને છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube