રિક્ષા ભારતમાં બની ઓટો રિક્ષા, હવે દુનિયાભરમાં છે તેની માગ, જાણો રિક્ષાની રચનાની રોચક કહાની
દેશમાં 73મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ વખતે ઓટો રિક્ષા ચલાવનારા લોકો માટે રાજપથ પર પરેડ જોવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે જે ઓટો રિક્ષા સાથે આપણી-તમારી અનેક યાદો જોડાયેલી છે. હકીકતમાં દુનિયાને ભારતની આ અનોખી ભેટ છે.
જયેશ જોશી, અમદાવાદ: દેશમાં 73મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ વખતે ઓટો રિક્ષા ચલાવનારા લોકો માટે રાજપથ પર પરેડ જોવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે જે ઓટો રિક્ષા સાથે આપણી-તમારી અનેક યાદો જોડાયેલી છે. હકીકતમાં દુનિયાને ભારતની આ અનોખી ભેટ છે.
પહેલી ઓટો-રિક્ષા બની જાપાનમાં:
જો તમે ઓટો-રિક્ષાના ઈતિહાસની તપાસ કરશો તો 1886ના જર્મની સુધી પહોંચી જશો. જ્યારે બેન્ઝે એક ટ્રાઈસિકલમાં મોટર ફિટ કરીને પેટન્ટ માટે એપ્લાય કર્યું. પરંતુ આ અંગે જાપાનનો દાવો વધારે મજબૂત લાગે છે. જ્યારે 1931માં મઝદાએ એક 3-વ્હીલર ઓપન ટ્રેક માર્કેટમાં ઉતાર્યું. પરંતુ હકીકતમાં આ એક મોડિફાઈડ બાઈક જ હતી જેનો ઉપયોગ લોડિંગમાં થતો હતો.
ભારતમાં રિક્ષા બની ઓટો રિક્ષા:
દુનિયાને ઓટો રિક્ષા શબ્દ ભારતની ભેટ છે. વર્ષ 1947માં ભારતને આઝાદી મળી અને અનેક ઉદ્યોગપતિઓએ દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. તેમાંથી એક હતા ફોર્સ મોટર્સના ફાઉન્ડર એન.કે.ફિરોડિયા. જેમણે મોટરથી ચાલનારી રિક્ષા માટે ઓટો-રિક્ષા શબ્દનો ઉપયોગ કર્યો. હવે આ શબ્દ ઓક્સફોર્ડ ડિક્શનેરીમાં સામેલ થઈ ગયો છે. વર્ષ 1948માં ફિરોડિયાએ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂને પોતાની ઓટો રિક્ષા બતાવી. ફિરોડિયાએ તેના માટે તે સમયે બછરાજ ટ્રેડિંગ કોર્પોરેશનની સાથે જોઈન્ટ વેન્ચર બનાવ્યું હતું. પછી આ કંપની બજાજ ઓટો નામથી જાણીતી થઈ.
બજાજ લાવ્યું દેશની પહેલી ઓટો-રિક્ષા:
ભારતીય બજારમાં પહેલી ઓટો-રિક્ષા બજાજ ઓટોએ 1948માં ઉતારી. તે સમયે દેશમાં ઉત્પાદન માટે લાયસન્સ લેવું પડતું હતું. અને બજાજ ઓટોને વાર્ષિક 1000 ઓટો-રિક્ષા બનાવવાનું લાયસન્સ મળ્યું હતું. પરંતુ બજાજની ઓટો-રિક્ષાએ ટેક્સી અને હાથ-રિક્ષાની વચચેની જગ્યાને ભરી દીધી. આજે તે અનેક શહેરોમાં વાહન વ્યવહારનું સૌથી જરૂરી અંગ બની ગયું છે.
દુનિયાભરમાં ભારતની ઓટો-રિક્ષાની ડિમાન્ડ:
ભારતમાં બજાજ ઉપરાંત ટીવીએસ મોટર કંપની, અતુલ ઓટો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટો-રિક્ષા બનાવનારી મુખ્ય કંપનીઓ છે. ભારતીય ઉપમહાદ્વીપના દેશો ઉપરાંત દક્ષિણ-પૂર્વી એશિયાઈ, આફ્રિકી અને ઉષ્ણ કટિબંધીય દેશોમાં તેની બહુ ડિમાન્ડ છે. ત્યાં તેને અલગ-અલગ નામ જેવા કે ટુક-ટુક, બેબી ટેક્સી અને બાઓ-બાઓના નામથી ઓળખવામાં આવે છે. ભારતની બજાજ ઓટો દુનિયાની સૌથી મોટી ઓટો-રિક્ષા એક્સપોર્ટ કંપની છે. કંપની ઘાના, ચાડ, કેન્યા, નાઈજીરિયા, શ્રીલંકા, સુદાન, સોમાલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, સંયુક્ત અરબ અમીરાત, કોંગો, ઈથોપિયા, ઈક્વાડોર, અલ-સાલ્વાડોર, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં પોતાની ઓટો-રિક્ષાની નિકાસ કરે છે.