Unmarried Daughter Rights: કેરળ હાઇકોર્ટે મંગળવારે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો હતો. કોટે અવિવાહિક દીકરીઓના અધિકારની વાત કરતા કહ્યું હતું કે ધાર્મિક આધાર ઉપર અવિવાહિક દીકરીને પિતા પાસેથી લગ્નનો ખર્ચ લેવાથી વંચિત ન રાખી શકાય. પિતા પાસેથી લગ્નનો ખર્ચ લેવો તે અવિવાહિક દીકરીનો અધિકાર છે. સાથે જ કોર્ટે એવું પણ કહ્યું હતું કે લગ્નનો ખર્ચ લેવાનો અધિકાર મળે તેનો અર્થ એ પણ નથી કે દીકરીઓ પિતાની સંપત્તિનું ખરીદ વેચાણ અટકાવી શકે. તેના માટે તેમણે સંપત્તિ પર અધિકારનો દાવો કરવો જોઈએ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


બદામ ખાવાથી નહીં શ્યામ રંગીલાને PM મોદીની નકલ કર્યા પછી આવી આ રીતે અક્કલ, જુઓ Video


TMC નેતા મુકુલ રોયે વ્યક્ત કરી ગૃહમંત્રી અમિત શાહને મળવાની ઈચ્છા


દીકરાની વહુ સસરાની મિલકત પર દાવો કરી શકે? શું છે નિયમો અને અધિકાર, જાણી લેજો


કોટે આ ચુકાદો બે બહેનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરતા સંભળાવ્યો હતો. આ બંને બહેનો પોતાની માતા સાથે રહે છે. અરજી કરનાર બહેનોનું કહેવું હતું કે તેના પિતાએ તેની માતાના સોનાના ઘરેણા અને તેની માતાને પિયર તરફથી મળેલી વસ્તુઓ અને સંપત્તિ વેચીને નવી સંપત્તિ ખરીદી છે. હવે આ સંપત્તિ તેના પિતા અન્ય કોઈના નામે કરવા ઈચ્છે છે. આ કારણથી બંને બહેનોએ પિતાને સંપત્તિ કોઈના નામે કરવાથી રોકવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેથી સમય આવીએ તે આ સંપત્તિનો ઉપયોગ કરી વિવાહનો ખર્ચ કરી શકે. 


આ અરજી પર સુનાવણી હાથ ધરતા કોર્ટે કહ્યું હતું કે. બંને દીકરીઓને પોતાના લગ્નનો ખર્ચ પિતા પાસેથી લેવાનો અધિકાર છે. પરંતુ જો સંપત્તિ તેના પિતા ખરીદે કે વેચે તો તેને રોકી શકાતા નથી. પિતા દ્વારા સંપત્તિનું વેચાણ રોકવા માટે સંપત્તિ પર દીકરીઓએ દાવો પ્રસ્તુત કરવો પડે છે. 


કોર્ટે એ વાતનું પણ અવલોકન કર્યું કે અરજદારોએ પ્રતિવાદીની મિલકતને જપ્ત કરવા માટે પહેલાથી જ અરજી દાખલ કરી છે. કોર્ટના જણાવ્યા અનુસાર તેનો ઈરાદો કોર્ટ દ્વારા આદેશ કરાયેલા પૈસા વસૂલવાનો નહીં પરંતુ તેના પિતાને શરમજનક સ્થિતિમાં મુકવાનો હતો.