પુણેએ એજ્યુકેશન અને આઈટી સેક્ટરમાં બનાવી મજબૂત ઓળખઃ પીએમ મોદી
પીએમ મોદીએ પુણેમાં આજે અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યુ છે. એક કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, પુણેએ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, આઈટી અને ઓટોમોબિલના ક્ષેત્રમાં પોતાની ઓળખ સતત મજબૂત કરી છે.
પુણેઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના પુણેના પ્રવાસે છે. પીએમ મોદીએ પુણેમાં આજે અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યુ છે. એક કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, પુણેએ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, આઈટી અને ઓટોમોબિલના ક્ષેત્રમાં પોતાની ઓળખ સતત મજબૂત કરી છે. મોદીએ કહ્યુ કે, આધુનિક સુવિધાઓ પુણેના લોકોની જરૂર છે અને અમારી સરકાર પુણેની જનતાની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા કામ કરી રહી છે.
આ પહેલાં પીએમ મોદીએ પુણેવાસીઓને મેટ્રોની ભેટ આપી હતી. મેટ્રો રેલ પરિયોજનાના ઉદ્ઘાટન સમયે તેમની સાથે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ યાત્રાના સમયે મેટ્રોમાં હાજર બાળકો સાથે વાતચીત પણ કરી હતી.
100 ઈ-બસોનો શુભારંભ, જલદી એક કાર્ડથી થશે શહેરની સફર
પ્રધાનમંત્રી મોદીએ આ વચ્ચે બનેરમાં નિર્મિત 100 ઈ-બસો અને ઈ-બસ ડેપોનો શુભારંભ કર્યો. પીએમ મોદીએ ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતા કહ્યુ કે, અમારી સરકારનો પ્રયાસ છે કે દરેક શહેરમાં વધુમાં વધુ ગ્રીન ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિક બસો, ઇલેક્ટ્રિક કારો અને ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર હોય. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, સરકારનું ફોકસ છે કે દરેક શહેરમાં સ્માર્ટ મોબિલિટી હોઈ જે માટે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એક કાર્ડને ઉપયોગમાં લેવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ કાર્ડનો ફાયદો તે થશે કે લોકો તેનાથી મેટ્રો અને બસોમાં સફર કરી શકશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube