નવી દિલ્હીઃ ઉત્તરાખંડ પોલીસે શનિવારે કહ્યું કે ક્રિકેટર રિષભ પંત દુર્ઘટનાના સમયે ફુલ ઝડપે ગાડી ચલાવતો નહોતો અને ન તે નશાની હાલતમાં હતો. ઘટનાના એક સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે, જેમાં ક્રિકેટરની કારને ડિવાઇડર સાથે ટકરાતી જોઈ શકાય છે, જેનાથી લાગી રહ્યું હતું કે કારની સ્પીડ ઘણી હતી. પરંતુ પોલીસે ઇનકાર કર્યો છે. હરિદ્વારના વરિષ્ઠ પોલીસ અધીક્ષક (SSP) અજય સિંહે કહ્યુ- અમે ઉત્તર પ્રદેશની સરહદથી નારસનમાં દુર્ઘટના સ્થળ સુધી આઠથી 10 સ્પીડ કેમેરાની તપાસ કરી છે. ક્રિકેટરના કારની ગતિએ મર્યાદા પાર કરી નથી જે 80 કિમી પ્રતિ કલાક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીસીટીવી ફુટેજમાં કાર ઝડપથી જતી જોવા મળી રહી છે કારણ કે ડિવાઇડર સાથે ટકરાયા બાદ હવામાં ઉડી. અમારી ટેકનીકલ ટીમે દુર્ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. અમને કંઈ મળ્યું નથ જેનાથી ક્રિકેટર દ્વારા ઓવરસ્પીડિંગની જાણકારી મળે છે. ઉત્તર પોલીસના ડીજીપી અશોક કુમારે કહ્યુ કે ક્રિકેટરને ઝોકુ આવી ગયું અને આ દુર્ઘટના થઈ હતી. નામ ન છાપવાની શરતે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું- સીસીટીવી ફુટેજમાં કાર ઝડપી રોડના ડિવાઇડર સાથે ટકરાતી જોવા મળી રહી છે. તેણે કોઈને ટક્કર મારી નથી તેથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. 


આ પણ વાંચોઃ Rishabh Pant: ઋષભ પંતની કારમાં કેમ લાગી હતી આગ? સામે આવ્યું મોટું કારણ


બસ ડ્રાઇવર અને કંડક્ટરે બચાવ્યો જીવ
25 વર્ષીય પંતને દુર્ઘટના દરમિયાન ડાબા ઘૂંટણ, પીઠ વગેરેમાં ઈજા પહોંચી છે. પંતનો જીવ બચાવવામાં હરિયાણા રોડવેઝના એક બસ ડ્રાઇવર અને કંડક્ટરે મહત્વની ભૂમિકા નિભાવી હતી. સરકારી એમ્બ્યુલન્સમાં પંતને રૂડકીની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. ત્યાંથી તેને વધુ સારવાર માટે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ પંતની સારવાર કરી રહી છે. દુર્ઘટના ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં સવારે 5.30 કલાકે થઈ હતી. હરિદ્વાર પોલીસના સીનિયર અધીક્ષક અજય સિંહે કહ્યુ કે પંતને ઝોકુ આવી ગયું અને તેની મર્સીડીઝ બેંઝ કારમાં ડિવાઇડરમાં ટકરાયા બાદ આગ લાગી હઈ હતી. દુર્ઘટનામાં કાર ખાક થઈ ગઈ છે. 


પ્રાથમિક રિપોર્ટમાં શું છે?
અજય કુમાર શર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રાથમિક અહેવાલમાં ઘટના સ્થળ અને ઘટનાના કારણો વિશે માહિતી આપવામાં આવી છે. અહેવાલના આધારે અજય શર્માએ જણાવ્યું હતું કે નારસન પોલીસ ચોકીથી લગભગ 100 મીટર આગળ દિલ્હી-રુરકી રોડ પર ક્રશ બેરિયરને અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. કારના ટાયર, રીમ, સ્ટીયરીંગ, એક્સેલ, બ્રેક, એક્સીલેટર, એન્જીન અને બોડી સંપૂર્ણપણે બળી ગયા છે. અકસ્માત સ્થળ પર 22 ફૂટ સુધીના ટાયરના ઘસડાવાના નિશાન મળી આવ્યા છે. કાર ક્રેશ બેરિયરના 8 થાંભલા અને ડિવાઈડરની રેલિંગ વચ્ચેના ડેલિનેટર અને સ્ટ્રીટ લાઇટના પોલને તોડીને વિરુદ્ધ દિશામાં રૂરકી-દિલ્હી રોડ પર પડી હતી.


આ પણ વાંચોઃ Rishabh Pant ને બચાવનારા ડ્રાઈવરે કહ્યું 'મને લાગ્યું કે તે નહીં બચે, પણ એટલાં જ..!'


અજય શર્માએ જણાવ્યું કે જ્યારે કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ ત્યારે તે 80 થી 100 મીટર સુધી ઢસડાઈ હતી. દરમિયાન પેટ્રોલ ટાંકીમાંથી લીકેજ થવાનું શરૂ થયું હતું. આરટીઓએ કહ્યું કે વિગતવાર તપાસમાં અકસ્માત સમયે કારની સ્પીડ અને અન્ય કારણો જાણવા મળશે. તે જ સમયે, એસપી દેહત સ્વપ્ન કિશોર સિંહે કહ્યું કે અકસ્માતનો કોઈ પ્રત્યક્ષદર્શી નથી. તેથી કાર ઓવરસ્પીડ હતી કે નહીં તે કહેવું મુશ્કેલ હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube