Rishabh Pant: શું અકસ્માત બાદ લૂંટાઈ ગયો હતો પંતનો સામાન? પોલીસે શું કહ્યું તે ખાસ જાણો
Rishabh Pant Car Accident: ઋષભ પંત ગંભીર અકસ્માતનો ભોગ બન્યો અને તે સમયે તેને મદદ કરવાની જગ્યાએ લોકો તેનો સામાન ચોરી ગયા એવી વાતો વહેતી થઈ હતી. પોલીસે આ તમામ વાતો ફગાવી અને શું કહ્યું તે ખાસ જાણો.
ઋષભ પંતની સાથે થયેલા આ ભીષણ અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર પણ ગરમ રહ્યું. સોશયિલ મીડિયા યૂઝર્સ દ્વારા ભ્રામક સંદેશાઓ પણ વાયરલ થયા કે અકસ્માત બાદ ક્રિકેટર ઋષભ પંતનો બધો સામાન અજાણ્યા વ્યક્તિઓ દ્વારા લૂંટી લેવાયો.
ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર બેટર ઋષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. પંતની મર્સિડિઝ કાર ઉત્તરાખંડમાં એક ડિવાઈડર સાથે અથડાઈ. અથડાયા બાદ કારમાં આગ લાગી ગઈ. અકસ્માત બાદ દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ઋષભ પંત સારવાર હેઠળ છે. ડોક્ટરોના જણાવ્યાં મુજબ ઋષભ પંતના પગ અને માથામાં વધુ ઈજા થઈ છે. પંતની સાથે થયેલા આ ભીષણ અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર પણ ગરમ રહ્યું. સોશયિલ મીડિયા યૂઝર્સ દ્વારા ભ્રામક સંદેશાઓ પણ વાયરલ થયા કે અકસ્માત બાદ ક્રિકેટર ઋષભ પંતનો બધો સામાન અજાણ્યા વ્યક્તિઓ દ્વારા લૂંટી લેવાયો. હરિદ્વાર પોલીસે હવે આ વાત ફગાવી છે. એસએસપી અજય સિંહે સ્પષ્ટ કર્યું કે કેટલીક ચેનલો અને પોર્ટલ પર જણાવવામાં આવી રહ્યું છે કે ઋષભ પંતનો કેટલોક સામાન લૂંટાઈ ગયો છે જ્યારે આ વાત બિલકુલ ખોટી છે.
અકસ્માત બાદ તરત ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ પ્રત્યક્ષદર્શીઓ અને આસપાસના લોકો પાસેથી પૂરેપૂરી જાણકારી લીધા બાદ જણાવ્યું કે આ પ્રકારની કોઈ વાત પ્રકાશમાં આવી નથી. હોસ્પિટલમાં શરૂઆતમાં પ્રાથમિક સારવાર દરમિયાન ઋષભ પંતે પોતે કહ્યું કે એક બેગ (સૂટકેસ) સિવાયનો તેનો બધો સામાન ગાડી સાથે બળીને ખાખ થઈ ગયો. હરિદ્વાર પોલીસે તે સૂટકેસ અને ઘટનાસ્થળેથી મળી આવેલી રકમ, બ્રેસલેટ અને ચેન ઋષભ પંતના માતાને હોસ્પિટલમાં ઋષભની સામે જ સોંપી દીધા.
VIDEO જોઈને જ કહેશો કે ભારતનો ધાકડ ક્રિકેટર માંડ માંડ બચી ગયો, 100 ફૂટ ઘસડાઈ કાર...
મોદી તો મોદી છે!...માતા હીરાબાના અંતિમ સંસ્કાર થયાની ગણતરીની પળો બાદ કર્યું આ કામ
ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ પણ માથું ખંજવાળી રહ્યા છે!, 'ઋષભ પંતનું બચવું એ ચમત્કાર છે'
પીએમ નરેન્દ્ર મોદીએ અકસ્માત બાદ ઋષભ પંતના પરિવારને ફોન કર્યો અને તેના સ્વાસ્થ્ય અંગે જાણકારી પણ લીધી. બીસીસીઆઈએ ટ્વીટ કરીને જાણકારી આપી. આ સાથે જ પીએમ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.
અકસ્માત બાદ ઋષભ પંતને સૌથી પહેલા હરિયાણા રોડવેઝના એક બસ ડ્રાઈવેર સુશીલકુમારે જોયો હતો. તેણે જ પંતને કારમાંથી નીકળવામાં મદદ કરી હતી અને એમ્બ્યુલન્સ બોલાવીને પંતને હોસ્પિટલ ખસેડ્યો હતો. સુશીલે જણાવ્યું હતું કે પંત લોહીથી લથપથ હતો અને ઋષભે પોતે જ કહ્યું હતું કે તે ક્રિકેટર ઋષભ પંત છે. હવે સુશીલકુમારને ઉત્તરાખંડના ડીજીપી સન્માનિત પણ કરશે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube