મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું છે. તેમણે સવારે 8:45 કલાકે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.  ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. તબિયત લથડતા તેમને મુંબઈની Sir H. N. Reliance Foundation Hospital માં દાખલ કરવામાં આવ્યાં હતાં. મહાનાયક અમિતાભ બચ્ચને ઋષિ કપૂરના નિધનની ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ઋષિ કપૂર જતા રહ્યાં, હમણા તેમનું નિધન થયું. હું તૂટી ગયો છું. તેમના મોટાભાઈ રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમને મુંબઈની સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમના નિધનથી સિનેપ્રેમીઓમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. રાજકીય નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ઋષિ કપૂરને ટેલેન્ટના પાવરહાઉસ ગણાવીને શ્રદ્ધાંજલિ આપી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના વિકાસનું વિચારતા હતાં ઋષિ કપૂર
પીએમ મોદીએ ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે અનેક ચહેરાવાળા, પ્રિય અને જિંદાદીલ...આ ઋષિ કપૂરજી હતાં. તેઓ ટેલેન્ટનું પાવરહાઉસ હતાં. હું હંમેશા તેમની સાથે થયેલી વાતચીત યાદ રાખીશ, સોશિયલ મીડિયાની પણ. તેઓ ફિલ્મો અને ભારતના વિકાસને લઈને પેશનેટ હતાં. 



દેશે ગુમાવ્યો પોતાનો વ્હાલો પુત્ર
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ અધિકૃત ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને જણાવ્યું કે ઋષિ કપૂરે અનેક યાદગાર ભૂમિકા ભજવી. તેમણે લખ્યું કે ઋષિ કપૂર પોતાની રોમેન્ટિક ફિલ્મો માટે મશહૂર હતાં. તેમના નિધનથી દેશે પોતાનો એક વ્હાલો પુત્ર અને ઈન્ડસ્ટ્રીએ એક હીરો ગુમાવ્યો છે. 



કોઈ કોપી નહીં કરી શકે તમારી સ્ટાઈલ
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે લખ્યું કે ઋષિ કપૂરના નિધનથી ખુબ દુ:ખ પહોંચ્યું છે. તેમણે લખ્યું કે પોતાની કોપી ન થઈ શકનારી સ્ટાઈલથી ઋષિએ ફેન્સના હ્રદયમાં જગ્યા બનાવી. 



સ્વર્ગને ખુશનુમા બનાવશે ઋષિ કપૂર
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઋષિ કપૂર સાથેની પોતાની છેલ્લી મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણએ એક અન્ય ટ્વીટમાં લખ્યું કે ઋષિ સર સ્વર્ગને પણ ખુશહાલ બનાવી દેજો.



ભારતીય સિનેમા માટે ખુબ જ ખરાબ સપ્તાહ
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે અનેક પેઢીઓમાં તેમની ફેન ફોલોઈંગ હતી. રાહુલે કહ્યું કે ઋષિને ખુબ મિસ કરવામાં આવશે. 



ઋષિ કપૂરની જગ્યા ક્યારેય નહીં ભરાય
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું કે ઋષિ કપૂરના અકાળે નિધનથી તેમનું હ્રદય ભારે છે. મનોરંજન જગતમાં તેમની ખાલી પડેલી જગ્યા ક્યારેય નહીં ભરાય. 


કરોડો લોકોને પોતાના દીવાના બનાવ્યાં
પંજાબના સીએમ અમરિન્દર સિંહે ઋષિ કપૂરના નિધન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેમના તરફથી જારી કરાયેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું કે એક ઉત્તમ કલાકાર જેમણે કરોડો લોકોને પોતાના દીવાના બનાવ્યાં. તેમને બધા ખુબ યાદ કરશે. 



થરૂરના સિનિયર હતાં ઋષિ કપૂર
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે જણાવ્યું કે ઋષિ કપૂર તેમના સિનિયર હતાં. તેમણે જણાવ્યું કે 1967-68માં બંને વચ્ચે ઈન્ટર-ક્લાસ ડ્રામેટિક્સ માં મુકાબલો પણ થયો હતો. 



દરેક ભારતીયના હ્રદયમાં રહેશે ઋષિ
રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટે લખ્યું કે તેઓ હંમેશા દરેક ભારતીયના દિલ અને દિમાગમાં રહેશે. 



ખોવાઈ ગયો સિનેમાનો સિતારો
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે લખ્યું કે ભારતીય સિનેમાનો એક અનમોલ સિતારો ખોવાઈ ગયો. 



કેજરીવાલે કહ્યું ખુબ મોટું નુકસાન થયું
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે ઋષિ કપૂરના અચાનક નિધનથી તેઓ ખુબ દુખી છે. તેમણે કહ્યું કે પોતાની કેરિયરમાં ઋષિએ ભારતની અનેક પેઢીઓનું મનોરંજન કર્યું.