નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા ઈરફાન ખાનના નિધન બાદ આજે એટલે કે 30મી એપ્રિલના રોજ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક ખરાબ સમાચાર આવ્યાં. દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે આ દુનિયાને અલવિદા કરી અને અનંતની યાત્રાએ નિકળી પડ્યાં. સમગ્ર દેશ આ સમાચારથી આઘાતમાં છે. 70ના દાયકાના શાનદાર અભિનેતા ઋષિ કપૂર આ દુનિયા છોડીને જતા રહ્યાં. સપ્ટેમ્બરમાં કેન્સર જેવી ગંભીર બીમારીનો ઈલાજ કરાવીને ઋષિ કપૂર જ્યારે અમેરિકાથી પાછા ફર્યા તો બધાને લાગ્યું કે તેઓ ઠીક છે. પરંતુ કોને ખબર કે આ સિતારો હવે અસ્ત થવાનો છે. ઋષિ કપૂરે પોતાની કેરિયરમાં અનેક સફળતાઓ મેળવી પરંતુ અંગત જીવનમાં તેમની એક ઈચ્છા અધૂરી રહી ગઈ. સારવાર કરાવીને જ્યારે ઋષિ કપૂર પાછા ફર્યા તો લાગ્યુ હતું કે તેમનું આ અધૂરું સપનું હવે પૂરું થશે. પરંતુ લોકડાઉને આખો ખેલ બગાડી નાખ્યો. ઋષિ કપૂરનું આ સપનું શું હતું તે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઋષિ કપૂરના નિધન પર PM મોદી, રાહુલ ગાંધી, CM કેજરીવાલ સહિતના નેતાઓએ વ્યક્ત કર્યો શોક


પુત્ર રણબીર કપૂરના લગ્ન જોવા માંગતા હતાં
વાત જાણે એમ છે કે ઋષિ કપૂર ઈચ્છતા હતાં કે તેમની હયાતીમાં પુત્ર રણબીર કપૂરના લગ્ન થઈ જાય. અનેકવાર એવા અહેવાલો પણ આવ્યાં કે રણબીરના લગ્નની તારીખ નક્કી થવાની છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રના શુટિંગના કારણે લગ્નની ડેટ આગળ વધતી ગઈ અને પછી તો કોરોના સંકટના કારણે દેશભરમાં લોકડાઉન થઈ ગયું. 


અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે નિધન, બોલિવૂડ આઘાતમાં


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube