નોન-વેજ થાળી કરતા વેજ થાળી મોંઘી થઈ, હવેથી આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Veg Thali Price Hike : નવેમ્બર મહિનામાં તમારી વેજ થાળી 7 ટકા મોંઘી થઈ ગઈ છે. સાથે જ નોન-વેજ થાળી પણ મોંઘવારીની બાબતમાં પાછળ નથી. નોનવેજ થાળીના ભાવમાં પણ 2 ટકાનો વધારો થયો છે
Rising food inflation : મધ્યમ વર્ગને પડ્યો મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, અને 2024 નું વર્ષ વિદાય લઈ રહ્યં છે ત્યારે આ વર્ષે શાકાહારી થાળી 7 ટકા મોંઘી થઈ ગઈ છે. રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટમાં નવા આંકડા સામે આવ્યા છે. જાન્યુઆરીની સરખામણીએ નવેમ્બરમાં થાળીના ભાવ 7 ટકા વધ્યા છે. ટામેટા અને બટાકાના ભાવ વધતા પડી અસર છે. આ વર્ષે ટામેટાના ભાવમાં 35 ટકા, બટાકાના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. દાળની કિંમતમાં 10 ટકા વધારો થતા થાળીના ભાવ પર અસર પડી છે.
જો તમે શાકાહારી છો તો હવેથી તમને બહાર ખાવા માટે વધુ ખર્ચ કરવો પડશે. જો તમે નોન-વેજીટેરિયન હોવ તો તે થોડું ઓછું મોંઘું પડશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે તમારી જમવાની પ્લેટ મોંઘી થઈ ગઈ છે. નવેમ્બર મહિનામાં જ તમારી વેજ થાળી સાત ટકા અને નોનવેજ થાળી બે ટકા મોંઘી થઈ ગઈ છે. જે બરાબર એક વર્ષ પછી નવેમ્બર 2024માં 35 ટકા વધીને રૂ. 53 પ્રતિ કિલો થઈ ગયો. તે જ સમયે, બટાકાની કિંમત પણ 50 ટકા વધીને 25 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 37 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
રેટિંગ એજન્સી ક્રિસિલે પોતાનો રિપોર્ટ જાહેર કરતી વખતે કહ્યું કે, આ ખાદ્ય ફુગાવો ટામેટાં અને બટાકાની કિંમતોમાં વધારાને કારણે થયો છે. વેજ થાળીની કિંમત એક વર્ષ પહેલા 30.5 રૂપિયાથી વધીને 32.7 રૂપિયા થઈ ગઈ છે. નવેમ્બર 2023માં ટામેટાની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલો હતી. ક્રિસિલે કહ્યું કે, ખર્ચ ઉપરાંત, આયાત દરોમાં વધારો અને તહેવારો અને લગ્નોના કારણે વનસ્પતિ તેલના ભાવમાં વાર્ષિક ધોરણે 13 ટકાનો વધારો થયો છે. મોંઘવારીનું બીજું કારણ કઠોળના ભાવમાં વધારો છે. જેની કિંમતોમાં વાર્ષિક 10 ટકાનો વધારો થયો છે.
સરકારે તાત્કાલિક ભારતીયોને આ દેશ ખાલી કરવાનો આપ્યો આદેશ, જીવ પર આવ્યો ખતરો
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વનસ્પતિ તેલ, ડુંગળી અને બટાકાની કિંમતોમાં વધારો થવાથી થાળીની કિંમતમાં વધારો થયો છે. જ્યારે નોન-વેજ થાળી માટે, બ્રોઈલર ચિકનના ભાવમાં 2 ટકાના વધારાથી થાળીના ભાવમાં વધારો થયો છે. નવેમ્બરમાં નોનવેજ થાળીની કિંમત એક વર્ષ પહેલા 60.4 રૂપિયાથી વધીને 61.5 રૂપિયા થઈ ગઈ છે.
રિપોર્ટ અનુસાર આ મોંઘવારી વધુ વધી શકે છે. પરંતુ ઈંધણની કિંમતમાં 11 ટકાના ઘટાડાથી મોંઘવારીનું સ્તર વધારે વધ્યું નથી. ગયા વર્ષે દિલ્હીમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડર માટે 903 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. જ્યારે હાલમાં તેની કિંમત 803 રૂપિયા છે. Crisil ના અહેવાલમાં જણાવાયું છે કે ડિસેમ્બર મહિનામાં નવા પાકના આગમનને કારણે આ ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.
રિપોર્ટ મુજબ ડિસેમ્બર મહિનામાં નવા પાકની આવક આવવાથી કિંમતો ઘટવાની શક્યતા છે. ડિસેમ્બરમાં ટામેટા અને બટાટાની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, વાર્ષિક આધારે શાકાહારી થાળીની કિંમતમા વધારો થયો હોવા છતાં ઓક્ટોબરની સરખામણીમાં નવેમ્બરમાં બે ટકાનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત નવેમ્બરમાં આવક ખર્ચમાં વધારો થવાને લીધે વનસ્પતિ તેલની કિંમતોમાં પણ 13 ટકા સુધીનો વધારો થયો છે.
ડિસેમ્બરમાં આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું, મોટી ઉથલપાથલ થશે! અંબાલાલનો નવો ધડાકો