શ્રીનગર: પુલવામા (Pulwama) જિલ્લાના અવંતિપોરાના બેગપોરા ગામમાં બુધવારના સુરક્ષા દળોએ કાશ્મીરના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને હિઝ્બુલ મુઝાહિદ્દીનના ટોપ કમાન્ડર રિયાઝ નાયકુ (Riyaz Naikoo)ને ઠાર માર્યો છે. આ તે જ ગામ છે જ્યાં રિયાઝ નાયકુનો જન્મ થયો હતો. અહીં તેનો પરિવાર રહે છે. આથંકી રિયાઝ નાયકુ A++ કેટેગરીનો આતંકી હતો. સુરક્ષા દળો લાંબા સમયથી તેને શોધી રહ્યાં હતા અને સેનાએ તેના પર 12 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું. આ પહેલા 4 વખત સુરક્ષા દળને ચકમો આપી રિયાઝ નાયકુ ભાગી છુટ્યો હતો. નાયકુને મારવા માટે સુરક્ષા દળોએ ખાસ પ્લાન બનાવ્યો હતો. જાણો નાયકુના મોતની ઈન્સાઈડ સ્ટોરી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Zee Newsના સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો: અહીં બની રહ્યા છે બીમારી ફેલાવતા માસ્ક


10 પોઈન્ટમાં સમજો સંપૂર્ણ સ્ટોરી:

1. પુલવામામાં પોતાના જ ગામ બેગપોરામાં મોત
2. માતાને મળવા બેગપોર ગામે આવ્યો હતો.
3. સુરક્ષા દળ ઘણા દિવસથી નાયકુને ટ્રેક કરી રહ્યા હતા.
4. બેગપોર ગામમાં ઘરે પહોંચવાની ગુપ્ત માહિતી મળી હતી.
5. જાણકારી મળતા જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હતી.
6. 1થી 1.5 કિલોમીટર સુધી સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.
7. જે ઘરમાં છુપાયેલો હતો તેને સુરક્ષા દળોએ બ્લાસ્ટ કરી ઉડાવી દીધું હતું.
8. રિયાઝ નાયકુ બચીને પહેલા ઘરમાંથી નીકળીને બીજા ઘરમાં ઘુસી ગયો હતો.
9. બીજા ઘરમાં સુરક્ષા દળોએ નાયકુને ઠાર માર્યો હતો.
10. સેના, CRPF, J&K પોલીસના મોટા આધિકારી ઓપરેશન પર નજર હતી.


આ પણ વાંચો:- વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા નૌસેનાનું ઓપેશન 'સમુદ્રે સેતુ'


આ પહેલા નાયકુ 4 વખત સુરક્ષા દળને ચકમો આપી ભાગી છુટ્યો હતો. એકવાર ત્રાલમાં સુરંગ બનાવી સુરક્ષા દળોને ચકમો આપી નીકળી ગયો હતો પરંતુ આ વખતે તેની કબર તેના જ ગામમાં બની ગઈ.


આ પણ વાંચો:- J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, હિજબુલનો ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂ ઠાર, 12 લાખનું હતું ઈનામ


આતંકી નાયકુનો અંત, કેટલી મોટી સફળતા

1. હિઝ્બુલ મુઝાહિદ્દીનનો કાશ્મીર ખાડીમાં ચીફ કમાન્ડર હતો.
2. ખૂંખાર આતંકિઓની લિસ્ટમાં નાયકુની કેટગરી A++.
3. આતંકી બુરહાન વાણીના મોત બાદ મોટો આતંકી ચહેરો હતો.
4. સબ્ઝાર બટ્ટના મોત બાદ હિઝ્બુલની કમાન સંભાળી હતી.
5. ભારત વિરોધી દુષ્પ્રચાર માટે પાકિસ્તાનનો પોસ્ટર બોય હતો.
6. કાશ્મીરના સ્થાનીક આતંકિઓમાં નાયકુની સારી પકડ હતી.
7. કાશ્મીરના યુવાનોને આતંકી બનાવા માટે તેણે ઉશ્કેર્યા હતા.
8. પોલીસ જવાનોના સંબંધીઓના અપહરણમાં સામેલ હતો.


આ પણ વાંચો:- ગૃહ મંત્રાલય સુધી પહોંચી ગયો કોરોના, ફરજ પર તૈનાત CRPFના બે જવાન કોરોના પોઝિટિવ


રિયાઝ નાયકુનું આતંક ચારિત્ર:
કાશ્મીરમાં હિઝ્બુલ મુઝાહિદ્દીનનો ચીફ હતો. 12 લાખ રૂપિયાનું ઈનામ હતું. વર્ષ 2012માં 33 વર્ષની ઉંમરમાં હિઝ્બુલનો કમાન્ડ બન્યો હતો. સબ્ઝારના મોત બાદ હિઝ્બુલનો કમાન્ડર બન્યો. 2017માં ઝાકિર મૂસાના જૂદા થવા પર હિઝ્બુલને એકજુટ કર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube