બિહાર બંધને સફળ બનાવવા માટે રસ્તા પર ઉતર્યા તેજસ્વી, સાથે મોટી સંખ્યામાં સમર્થકો
બંધ અગાઉ તેજસ્વીએ મુખ્યમંત્રી નીતિશકુમાર (Nitishkumar) સહિત વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આરજેડીના બંધ પર સરકાર તરફથી કોઈએ પણ નુકસાન પહોંચાડવાની કોશિશ કરી તો અંજામ ભોગવવા તૈયાર રહેજો. દરભંગામાં આરજેડી કાર્યકરો સવારથી જ રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે.
પટણા: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને NRCના વિરોધમાં બિહારના તમામ રાજકીય પક્ષોએ રાજકારણ રમવાનું શરૂ કરી દીધુ છે. 19 ડિસેમ્બરના રોજ ડાબેરી પક્ષો સહિત અનેક પાર્ટીઓએ બંધની જાહેરાત કરી હતી ત્યારે આજે હવે વારો આરજેડી (RJD) નો છે. તેજસ્વી યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે આજે બિહાર બંધ (Bihar Bandh) નું આહ્વાન કર્યું છે. બંધ અગાઉ તેજસ્વીએ મુખ્યમંત્રી નીતિશકુમાર (Nitishkumar) સહિત વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આરજેડીના બંધ પર સરકાર તરફથી કોઈએ પણ નુકસાન પહોંચાડવાની કોશિશ કરી તો અંજામ ભોગવવા તૈયાર રહેજો. દરભંગામાં આરજેડી કાર્યકરો સવારથી જ રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે.
કેન્દ્રીય મંત્રીમંડળની આજે મહત્વની બેઠક, CAAના વિરોધ પર થઈ શકે ચર્ચા, UPમાં મૃત્યુઆંક 8 થયો
આરજેડી કાર્યકરો જબરદસ્તીથી દુકાનો બંધ કરાવી રહ્યાં છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે બંધ શાંતિપૂર્ણ રહેશે આમ છતાં સમર્થકો ઉત્પાત મચાવી રહ્યાં છે. ભાગલપુરમાં કાર્યકરો છેલ્લા દોઢ કલાકથી પ્રદર્શન કરી રહ્યાં છે. રસ્તા પરના વાહનોમાં તોડફોડ કરી છે.
શર્ટલેસ પ્રદર્શન
દરભંગામાં આરજેડી કાર્યકરો ભીષણ ઠંડીમાં પણ કપડાં ઉતારીને પ્રદર્શન કરી રહ્યાં છે. રસ્તાઓ પર ટાયર બાળ્યા, અને નાગરિકતા કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં. હાથમાં પોસ્ટર લઈને ફરે છે જેમાં લખ્યું છે કે નીતિશકુમાર તોબા, તોબા, તોબા.
તેજસ્વી યાદવે (Tejashwi yadav) કહ્યું કે લોકતંત્રમાં કોઈ પણ રાજકીય પક્ષ હોય કે જનતા, વિરોધ કરવાનો બધાને અધિકાર છે. હવે એ વહીવટી તંત્રએ અને શાસનમાં બેઠેલા લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ કેવી રીતે મેનેજ કરે. તેજસ્વી યાદવે નીતિશકુમાર પર હુમલો બોલાવતા કહ્યું કે મુખ્યમંત્રી નીતિશકુમારની હાલાત હવે 100 ઉંદર ખાઈને બિલાડી હજ કરવા ગઈ તેવી છે.
દિલ્હી: પોલીસે અટકાયતમાં લીધેલા 40 પ્રદર્શનકારીઓને છોડી મૂક્યા, ભીમ આર્મી ચીફની અટકાયત
જહાનાબાદ
એનઆરસી અને સીએએ વિરુદ્ધ આરજેડી કાર્યકરો રસ્તાઓ પર ઉતર્યા. બિહાર બંધ દરમિયાન કાકો વળાંક નજીક એનએચ 83 તથા એનએચ 110 પર ટ્રાફિક જામ કર્યો, સરકાર વિરુદ્ધ નારેબાજી અને વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
આ VIDEO પણ ખાસ જુઓ...
ઝારખંડ ચૂંટણી: મહા EXIT POLLમાં ભાજપને નુકસાન, સત્તા ગુમાવે તેવી ભીતિ, JMMને લીડ
બાઢમાં કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ ટ્રાફિક જામ
બાઢ પોલીસસ્ટેશન હદમાં એનએચ 31 હાઈવે નજીક સવારથી જ બિહાર બંધની અસર જોવા મળી રહી છે. આરજેડીના મહિલા નેતા પોતાના કાર્યકરો સાથે કડકડતી ઠંડીમાં સરકારના વિરોધમાં મોરચો સંભાળી રહ્યા છે. સવારથી જ વિરોધ પ્રદર્શન ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube