નવી દિલ્હી : બિહારના મુજફ્ફરપુર રેપ કાંડ મુદ્દે તેજસ્વી યાદવે નીતીશ સરકારની વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. તેજસ્વીએ દિલ્હીના જંતર-મંતર પર આ મુદ્દે વિપક્ષી દળોને એક સાથે બોલાવી લીધા છે તેજસ્વીના આહ્વાન અંગે વિપક્ષના મોટા નેતા મંચ પર જોવા મળ્યા. ઘરણાના મંચ પર રાહુલ ગાંધી, શરદ યાદવ, સીતારામ યેચુરી અને અરવિંદ કેજરીવાલ સહિત ઘણા મોટા નેતાઓ જોવા મળ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જંતર-મંતર પર એક સાથે વિપક્ષ નેતાઓએ તેજસ્વી યાદવનો સાથ આપતા તેમની માંગનું સમર્થન કર્યું અને મુજફ્ફરપુર રેપ કાંડની નિંદા કરી. અરવિંદ કેજરીવાલે નીતીશ સરકારને લલકારતા કહ્યું હતું કે સમય છે ત્યાં પોતાની જાત સાચવી લે નહી તો તેમના સિંહાસનને ઉખાડી ફેંકશું. દિલ્હીમાં નિર્ભયા કાંડમાં યુપીએ સરકારે ગુનાખોરોને ઇન્સાફ અપાવ્યો હતો. 

તેજસ્વી યાદવે મંચ પરથી વિપક્ષી દળોને તેમની સાથે આવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે મંચ પરથી નીતીશ કુમારની વિરુદ્ધ ભારે ભડાસ કાંઢી. તેમણે કહ્યું કે, નીતીશ સરકારના સંરક્ષણમાં બિહારની બેટી સુરક્ષીત નથી. બિહારની બાળકીઓ સાથે રમત કરી રહી છે. મુજફ્ફરપુર કાંડે બિહારને અને બેટીઓને શરમજનક પરિસ્થિતીમાં મુક્યા છે. 

તેજસ્વી યાદવે તેમ પણ કહ્યું કે, અહીં રાજનીતિ કરવા માટે નથી આવ્યો. હું વોટ બેંક માટે અહીં નથી આવ્યો હું માત્ર બિહારની બેટીઓની રક્ષા કરવા માટે અવાજ ઉઠાવવા માટે આવ્યો છુ. તેણે કહ્યું કે હું માત્ર નીતીશ કુમાર પાસે જવાબ માંગી રહ્યો છું કે બિહારમાં જે થયું તેના માટે જવાબદાર કોણ છે. 

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ તેજસ્વી યાદવના ધરણામાં પહોંચ્યા હતા. તેમણે વિપક્ષી દળો પણ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. રાહુલે કહ્યું કે, મુજફ્ફરપુર રેપ કાંડ ખુબ જ નિંદનીય છે. એનડીએની સરકારમાં જે થઇ રહ્યું છે તે અયોગ્ય છે. તેણે દેશમાં ભયનું વાતાવરણ હોવાની વાત પણ કરી હતી. બહેન-બેટીઓ સુરક્ષીત હોવાનું નથી અનુભવી રહી. તેમમે કહ્યું કે, એવામાં આપણે તમામ દેશની જનતાની સાથે ઉભા રહેવાની જરૂર છે. તેમને કોઇ પણ પરિસ્થિતીમાં ડરવાની જરૂર નથી.