નવી દિલ્હીઃ આરજેપી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ સારી સારવાર માટે પટનાથી દિલ્હી પહોંચી ગયા છે. તે એર એમ્બ્યુલન્સથી રાત્રે આશરે 10 કલાકે દિલ્હી પહોંચ્યા છે. આ પહેલા લાલૂ યાદવના પુત્ર તેજસ્વી યાદવ દિલ્હી પહોંચ્યા હતા. લાલૂ યાદવની આ પહેલા પટનાની પારસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ આઈસીયૂમાં દાખલ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ જલદી સાજા થાય તે માટે દુવાઓ પણ થઈ રહી છે. પોતાના નેતા જલદી સાજા થાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે. બુધવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર લાલૂ પ્રસાદની તબીયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન નીતીશ કુમારે ત્યાં પર પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, પુત્ર તેજપ્રતાપ યાદવ, તેજસ્વી યાદવ અને પુત્રી મીસા ભારતી સાથે વાતચીત કરી હતી. નીતીશ કુમારે કહ્યુ કે, તેમને તબીયત ખરાબ હોવાની જાણકારી મળી, અમે વાતચીત કરી માહિતી મેળવી છે. લાલૂ યાદવની તબીયત વધારે ખરાબ થતા આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


આ પણ વાંચો- નકવીના રાજીનામા બાદ સ્મૃતિ ઈરાની બન્યા અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી, સિંધિયાને સ્ટીલ મંત્રાલયનો હવાલો


તેજસ્વી યાદવે પિતાની તબીયત પર આપી માહિતી
લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે કહ્યુ કે, તેમના પિતાની તબીયતમાં સુધાર છે અને હવે દિલ્હીમાં તેમની સારવાર થશે. તેમણે કહ્યું કે, તમને લોકોને પહેલાથી ખ્યાલ છે કે તેમને સારવાર માટે સિંગાપુર લઈ જવાના હતા, પરંતુ હવે ફ્રેક્ચર થઈ ગયું છે તથા સ્વાસ્થ્ય સંબંધી અન્ય જટિલતાઓની પણ સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં ડોક્ટરો કહેશે તો અમે તેમને સારી સારવાર માટે બહાર પણ લઈ જશું. પરિવારના એક સૂત્રએ કહ્યુ કે લાલૂ યાદવ ઓક્સીજન સપોર્ટ પર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube