નવી દિલ્હી : મુજફ્ફરપુર કાંડ પર આરજેડી બિહારની નીતીશ સરકાર પર હૂમલાના મુડમાં છે. શનિવારે બિહાર સરકારની વિરુદ્ધ આરજેડીનાં નેતૃત્વમાં જંતર-મંતર પર ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન વિપક્ષી એકતા જોવા મળી રહી છે. RJD નેતા તેજસ્વી યાદવના સમર્થનમાં ડી.રાજા, શરદ યાદવ, સંજય સિંહ, જીતનરામ માંઝી, કન્હૈયા કુમાર સહિત વિપક્ષી દળોના ઘણા નેતાઓ પહોંચ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ વાત છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ધરણા પ્રદર્શનમાં જોડાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઝડપથી પ્રદર્શનમાં જોડાઇ શકે છે. શનિવારે તેજસ્વી આ મુદ્દે બિહાર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, બાળ પંચના રિપોર્ટ સામે આવ્યા બાદ પણ કોઇ કાર્યવાહી નથી કરવામાં આવી. જ્યારે ટાટા ઇસ્ટિટ્યૂટના રિપોર્ટ સામે આવ્યા ત્યારે જઇને 2 મહિના બાદ FIR દાખલ કરવામાં આવી. તેમણે કહ્યું કે, તેમાં પણ મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરનું નામ નહોતું. તેમણે આરોપ લગાવ્યો કે, આરોપી બ્રજેશ નીતીશજીનો નજીકનો વ્યક્તિ રહી ચુક્યો છે. 

અમે ઇચ્છીએ છીએ કે બ્રજેશ ઠાકરેને ફાંસી આપવામાં આવે. તેજસ્વી યાદવે કહ્યું કે, જો તમે બિહારમાં ગુનાઓનાં આંકડા પર નજર કરો તો ગત્ત વર્ષે તેમાં ઘણો વધારો થયો છે. રાજ્યમાં ગેંગરેપ મુદ્દે એક બાદ એક ઘણા જિલ્લાઓથી સામે આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, પ્રદર્શન બાદ પીડિત બાળકોને ઇન્સાફ અપાવવાની માંગ કરતા કેન્ડલ માર્ચ પણ કાઢવામાં આવશે.

માહિતી આપનાર બાળકી જીવતી છે કે નહી તેની પણ માહિતી નહી
તેજસ્વી યાદવે કહ્યું કે જે બાળકીઓએ આ અંગે માહિતી આપી હતી તેને મધુબનીના કોઇ શેલ્ટર હોમમાં શિફ્ટ કરી દેવાઇ હતી. શિફ્ટ કરાયા બાદ તેના વિશે કોઇ માહિતી નથી. તેમણે કહ્યું કે, અમે નથી જાણતા કે તેઓ જીવિત છે અથવા તેની હત્યા કરી દેવાઇ છે કે પછી તે ગુમ છે.