પટના : આરજેડી સુપ્રીમો લાલુ યાદવે જેલમાં રહીને ફોનમાં વાત કરવાનો મુદ્દો હવે સતત વિવાદમાં આવી ગયો છે. આજેડી નેતા હવે આ મુદ્દે સતત સ્પષ્ટતા કરી રહ્યા છે. બીજી તરફ લાલુના બચાવમાં આગળ આવેલા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીના વિવાદિત નિવેદન આપ્યું છે. શિવાનંદ તિવારીએ કહ્યું કે, જેલમાં ફોન સાથે વાત કરવી સાધારણ વાત છે. એટલે સુધી કે કોર્ટનાં જજ પણ ફોનથી જેલમાં વાત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALTO 800 ના ચાહકોને ઝટકો, કંપની બંધ કરશે પ્રોડક્શન, કારણ છે ચોંકાવનારૂ

નીતીશ કુમારે લાલુ યાદવ પર જેલમાં રહેવા દરમિયાન ફોન સાથે વાત કરવાનો આરોપ લગાવ્યો છે. નીતીશ કુમારનાં આરોપ બાદ ઝારખંડ સરકાર સચેત થઇ ગયા છે અને સતત લાલુ યાદવના વોર્ડનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ નીતીશ કુમારનાં આરોપો અંગે આજેડી સતત સ્પષ્ટતા કરી રહી છે. પરંતુ આ સ્પષ્ટતાનાં ક્રમમાં પાર્ટીના વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ વિવાદિત નિવેદન આપ્યું છે. શિવાનંદ તિવારીએ કહ્યું કે, જેલમાં ફોન પર વાત કરવી સાધારણ બાબત છે. દેશમાં દરેક વસ્તુ કાયદા અનુસાર નથી ચાલતી. જેલમાં ફોન સાથે વાત કરવી સાધારણ બાબત છે. 

આરજેડી નેતાએ જે સવાલ પુછવામાં આવતા એટલે સુધી કહી દીધું કે જેલમાં શું થાય છે તમને નથી ખબર. ક્યારેક જેલમાં જઇને જુઓ. આમ તો જેલમાં જવું જોઇએ કારણ કે જેલમાં ગયા વગર જીવન પુર્ણ નથી માનવામાં આવતું.  વગર કારણે હું પણ જેલ જઇ ચુક્યો છું. શિવાનંદ તિવારીએ નીતીશ કુમાર પર પણ ગંભીર આરોપ લગાવ્યો છે. શિવાનંદ તિવારીએ કહ્યું કે, નીતીશ કુમારનાં આરોપ બાદ લાલુ યાદવનાં વોર્ડની સતત તપાસ કરવામાં આવી રહે છે. જો કે ત્યાંથી કંઇ જ વિવાદિત મળ્યું નથી.