પટના : રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના નેતા અને બિહારના પૂર્વ સ્વાસ્થય મંત્રી તેજપ્રતાપ યાદવે ખુબ જ વિવાદિત નિવેદન આપ્યું છે. તેજસ્વી યાદવનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અમે ભાઇઓની જોડી પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા. અમે બંન્નેની વચ્ચે જે આવશે, તેના પર ચક્ર ચાલશે. આપણે બંન્ને ભાઇઓના મુદ્દે જે બોલીશું, તેને અમે ચીરી દઇશું. તેજપ્રતાપે કહ્યું કે, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવનાં કામમાં વ્યસ્ત છે, એટલા માટે મને અહીં મોકલ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ-કોંગ્રેસ બાદ હવે શિવસેના નગરસેવકની દબંગાઇ, ચિકન વેપારીને માર્યો માર
આ દરમિયાન તેજપ્રતાપે આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને છોડાવવાની વાત પણ કરી. તેણે કહ્યું કે, લોહીનું એકે એક ટીપુ લગાવી દેવાનું છે પણ લાલુ યાદવને છોડાવવાનાં છે. આ તરફ તેજપ્રતાપ યાદવ મહિલા કાર્યકર્તાઓ પર પણ મહેરબાન જોવા મળ્યા.  તેમણે મહિલા કાર્યકર્તાઓની કતારની સામે પુરૂષ કાર્યકર્તાઓનાં આવવા અંગે ખાસ્સી નારાજગી વ્યક્ત કરી. તેમણે પુરૂષ કાર્યકર્તાઓને અપીલ કરી કે તેઓ મહિલા કાર્યકર્તાઓની સામેથી હટી જાય. 


અબુધાબીમાં ભારતીય મહિલાનું ચમક્યું LUCK, 32 લાખ ડોલરની લોટરી જીતી


Budget 2019: કોંગ્રેસે કહ્યું નવી બોટલમાં જુનો દારૂ, ભાજપે કહ્યું વાહ મોદીજી !


તેમણે કહ્યું કે, પુરૂષ કાર્યકર્તાઓ મહિલા કાર્યકરોની આગળ ઉભા રહેશે તો તેઓ મને કઇ રીતે જોઇ શકશે. આ રીતે મહિલા આગળ કઇ રીતે વધશે. મારા પિતા પણ હંમેશા મહિલાઓને આગળની પંક્તિમાં બેસાડતા હતા. આપણે પણ મહિલાઓને આગળ બેસાડવી જોઇએ. આપણે સદનમાં સરકારની બોલતી અને હેકડી બંન્ને બંધ કરી દઇશું. તેજસ્વી યાદવ વિરુદ્ધ નિવેદનબાજીથી ગિન્નાયેલા તેજપ્રતાપે કહ્યું કે, મારા ભાઇની વિરુદ્ધ ભાગવાનો આરોપ લગાવાઇ રહ્યો છે જે ખોટો છે. 


આ બાજુ નાણામંત્રી રજુ કરી રહ્યા હતા BUDGET, આવુ હતુ રાહુલ ગાંધીનુ REACTION
બીજી તરફ આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ કહ્યું કે, સામાજિક ન્યાય અને સેક્યુલરિઝ્મના મુદ્દે હવે તેઓ વાત નથી કરી રહ્યા અમે લોકો હજી પણ તે જ વિચારધારા પર ચાલી રહ્યા છીએ. આરજેડીની વિચારસરણી હવે સ્થિર થઇ ચુકી છે. અને પાણી જ્યારે સ્થિર થઇ જાય છે ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે.