EVM પર ઘમાસાણ: RLSP પ્રમુખ કુશવાહાની ધમકી, `લોકશાહીની રક્ષા માટે હથિયાર પણ ઉઠાવી શકીએ છે`
મતગણતરી હજુ તો શરૂ પણ નથી થઈ અને ઈવીએમ વિવાદ ઉભો થઈ ગયો છે. આ બાજુ એક્ઝિટ પોલમાં પણ એનડીએને બહુમતી મળતી બતાવતા વિરોધી નેતાઓ લાલઘૂમ થઈ ગયા છે.
પટણા: મતગણતરી હજુ તો શરૂ પણ નથી થઈ અને ઈવીએમ વિવાદ ઉભો થઈ ગયો છે. આ બાજુ એક્ઝિટ પોલમાં પણ એનડીએને બહુમતી મળતી બતાવતા વિરોધી નેતાઓ લાલઘૂમ થઈ ગયા છે. એક સમયે એનડીએના ઘટક પક્ષ રહી ચૂકેલા આરએલએસપીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. કુશવાહાએ ધમકી આપતા કહ્યું કે મતોની રક્ષા માટે જરૂર પડી તો હથિયાર પણ ઉઠાવવા જોઈએ. તેમણે આ નિવેદન મહાગઠબંધન દ્વારા પટણામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું.
પ્રણવ મુખર્જીએ પહેલા કરી ચૂંટણી પંચની પ્રશંસા, હવે EVM વિવાદ પર આપ્યું મોટું નિવેદન
કુશવાહાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ચૂંટણી જીતવા માટે તમામ કર્મ કર્યા છે. દરેક પ્રકારના ગતકડા અજમાવ્યાં છે. કુશવાહાએ કહ્યું કે એક્ઝિટ પોલ પણ તે રણનીતિનો ભાગ છે જેને હું સંપૂર્ણ રીતે નકારું છું. હિન્દુસ્તાનમાં પહેલીવાર રિઝલ્ટ લૂટ ચલાવવામાં આવી રહી છે. ભાજપનું કશું ચાલશે નહીં. મહાગઠબંધનની લીડ છે અને મહાગઠબંધન બિહારમાં જીતી રહ્યું છે. જનતામાં ભાજપ વિરુદ્ધ આક્રોશ છે. લોકોમાં આક્રોશ છે અને રસ્તાઓ પર લોહી વહેશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...