હૈદરાબાદઃ Road Caved Downside And Collapsed: તેલંગણાની રાજધાની હૈદરાબાદના એક ભીડવાળા વિસ્તારમાં એવી ઘટના સામે આવી છે, જેને જોઈને તમે પણ વિચારતા થઈ જશો. શુક્રવારે અહીં અચાનક એક વ્યસ્ત રોડ ફાટી ગયો અને અંદર ઘુસી ગયો. રસ્તા પર ઉભેલી ગાડીઓ અને રેકડીઓ અંદર દબાઈ ગઈ હતી. ઘટના સામે આવ્યા બાદ અફરા-તફરી મચી ગઈ અને લોકો ભાગવા લાગ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસ્તો અચાનક અંદર ખાબક્યો
વાસ્તવમાં આ ઘટના હૈદરાબાદના ગોશામહલ વિધાનસભાની છે. અહીંના ચંદનવાડી વિસ્તારમાં ગટરને અડીને આવેલો રસ્તો અચાનક ફાટ્યો હતો અને ખાડામાં ખાબક્યો હતો. રસ્તામાં ખાબકતાની સાથે જ તેના પર ઉભેલા ઘણા વાહનો અને ઘણી ગાડીઓ તેમાં દટાઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ત્રણ લોકોને થોડી ઈજા પણ થઈ છે. જો કે આ સિવાય કોઈ જાનહાનિના સમાચાર નથી.


સિક્કિમમાં ચીનની સરહદ પાસે બસ ખીણમાં ખાબકી, સેનાના 16 જવાન શહીદ


અધિકારીઓએ સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું
હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે હાજર છે અને કોર્પોરેશનના અધિકારી મામલાની તપાસ કરી રહ્યાં છે, તેમણે સ્થિતિ નિયંત્રણમાં કરી લીધી છે. રસ્તામાં ઘુસ્યા બાદ લોકો પોતાના વાહનો કાઢી રહ્યાં છે. હાલ તો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube